Home Gujarat અમદાવાદના મેયર મોદીના રોડ શોમાં પાછળ રહી જતાં કમલમમાં રોક્યાં, લીસ્ટમાં નામ...

અમદાવાદના મેયર મોદીના રોડ શોમાં પાછળ રહી જતાં કમલમમાં રોક્યાં, લીસ્ટમાં નામ ચેક કર્યા બાદ જવા દેવાયાં…!

Face Of Nation 11-03-2022 : અમદાવાદના મેયર મોદીના રોડ શોમાં પાછળ રહી જતાં કમલમમાં જતાં રોકવામાં આવ્યાં હતાં. તેઓ ભર તડકામાં બોર્ડની પાછળ છુપાઈને ઉભા રહ્યાં હતાં. ભાજપના કાર્યકરોએ કમલમની અંદર રહેલા નેતાઓને ફોન કર્યા હતાં પરંતુ કોઈ રીસ્પોન્સ નહીં મળતાં તેઓ 15 મિનિટ સુધી બહાર ઉભા રહ્યાં હતાં. આખરે અંદરથી લિસ્ટમાં નામ ચેક કરી અને ભાજપના કાર્યકર્તાઓ મેયરને સંતાડીને અંદર લઈ ગયા હતા.મેયર પણ મીડિયાથી બચીને નીચે વળીને અંદર ગયા હતા.હોલમાં સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના 10 નેતાઓ જ બેસશે. કમલમ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).