Home World ઈમરાન ખાનના ખાસ “માણસનું શંકાસ્પદ”મોત; 49 વર્ષના પાકિસ્તાની સાંસદ આમિર લિયાકતનું મોત,...

ઈમરાન ખાનના ખાસ “માણસનું શંકાસ્પદ”મોત; 49 વર્ષના પાકિસ્તાની સાંસદ આમિર લિયાકતનું મોત, ત્રીજા લગ્ન અને ડિવોર્સના કારણે ચર્ચામાં હતા!

Face Of Nation 09-06-2022 : પાકિસ્તાની સાંસદ આમિર લિયાકતનું કરાચીમાં મોત થયું છે. પાકિસ્તાની મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આમિર લિયાકતનો મૃતદેહ તેમના કરાચી સ્થિત ઘરમાંથી મળ્યો છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું મોત હશે. આમિર લિયાકત તાજેતરમાં જ ત્રીજા લગ્ન અને તેમના તલાક કારણે ચર્ચામાં હતા. તો બીજીતરફ આમિર લિયાકતની તબિયત બુધવાર રાતથી જ ખરાબ હતી પરંતુ તેમણે હોસ્પિટલ જવાની ના પાડી હતી. ત્યારપછી તેઓ પીડાના કારણે ખૂબ બૂમો પાડવા લાગ્યા તો નોકર ત્યાં પહોંચ્યો હતો. પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો બંધ કર્યો તો તેઓ બેભાન પડ્યા હતા. ત્યારપછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આમિર લિયાકતના ત્રણ નિકાહ થયા
આમિર લિયાકતની ઉંમર માત્ર 49 વર્ષ હતી. તેમનો જન્મ 1972માં કરાચીમાં થયો હતો. આમિર લિયાકતના ત્રણ નિકાહ થયા છે. ત્રીજી પત્ની તૌબા અનવર સાથે તેના લગ્ન 2018માં થયા હતા. તેની સાથે ડિવોર્સ પછી તેણે 2022માં તેનાથી 31 વર્ષ નાની દાનિયા શાહ સાથે નિકાહ થયા હતા. જોકે નિકાહના છોડા જ મહિનાઓમાં 18 વર્ષની દાનિયાએ તેની પાસેથી તલાક માંગ્યા હતા.
2018માં ઈમરાનની પાર્ટી સાથે જોડાયા હતા
આમિર લિયાકત માર્ચ 2018 ઈમરાન ખાનની પાર્ટીમાં સામેલ થયો હતો. ત્યારપછી તેઓ કરાચીથી સાંસદ ચૂંટાયા હતા. જોકે ત્યારપછી તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. પીટીઆઈમાં સામેલ થયા પહેલાં તેઓ મુત્તાહિદા કોમી મુવમેન્ટ MQMના મોટા નેતા હતા. પરંતુ ઓગસ્ટ 2016માં પાર્ટીથી અલગ થયા હતા. તે સમયે તેમણે જાહેરાત કરી કે તેઓ રાજનીતિ છોડી રહ્યા છે. જોકે ત્યારપછી તેઓ 2018માં ઈમરાનની પાર્ટી સાથે જોડાયા હતા અને કરાચીના સાંસદ બન્યા હતા. લિયાકત મીડિયા ઈન્ડસ્ટ્રી સાથે ઘણાં સમયથી જોડાયેલા હતા. 2001માં તેણે જીયો ટીવી જોઈન કર્યું હતું. ત્યારપથી તેઓ બોલ ન્યૂઝમાં પણ જોવા મળ્યા હતા. લિયાકત છેલ્લી વાર બોલ હાઉસના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.
ત્રીજી પત્ની સૈયદા દાનિયા શાહે લીક કર્યો
તાજેતરમાં જ લિયાકતનો એક ન્યૂડ વીડિયો વાયરલ થયો હતો. તેના કારણે તે ઘણાં ટ્રોલ થયા હતા. આ વીડિયો બીજા કોઈએ નહીં પણ તેમની ત્રીજી પત્ની સૈયદા દાનિયા શાહે લીક કર્યો હતો. વીડિયોમાં લિયાકતની પથારીમાં ડ્રગ્સ પણ દેખાય છે. તો બીજીતરફ આમિર લિયાકત હુસૈનના મોતના સમાચાર પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ રાજા પરવેઝ અશરફ સુધી પહોંચ્યા હતા. તેમણે શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરાવી દીધી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).