Face Of Nation 11-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચારેક વર્ષ બાદ કમલમની મુલાકાતે છે. જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર કાર્યાલય નિહાળવાના છે. પ્રધાનમંત્રીના સ્વાગત માટે કમલમમાં ખાસ રંગોળી બનાવાઇ છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે ગંગા નદીમાં તેઓએ ડૂબકી લગાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાથમાં કળશ લઈને નદીમાં અર્ધ આપતા ફોટાના પોસ્ટર પર રંગોળી બનાવાઇ છે. આ સાથે પીએમના આગમનને લઈ કમલમને શણગારવામાં આવ્યું છે. કમલમ મુખ્ય ગેટથી માત્ર પ્રધાનમંત્રી પ્રવેશ કરવાના છે તે જગ્યાને ફૂલોથી સજાવવામાં આવી છે. પ્રધાનમંત્રી સિવાયના તમામ નેતાઓએ કમલમના પાછળના દરવાજેથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).