Home Sports કેપ્ટન-કોચની મનમાની : જાડેજા બેવડી સદી રોહિતે ન થવા દીધી, દ્રવિડે પણ...

કેપ્ટન-કોચની મનમાની : જાડેજા બેવડી સદી રોહિતે ન થવા દીધી, દ્રવિડે પણ સચિન જોડે આવુ જ કંઈક કર્યું હતું

Face Of Nation 06-03-2022 : ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ભારતની પહેલી ઈનિંગ 574/8 રનના સ્કોર પર ડિકલેર કરી હતી. જ્યારે રોહિતે ઈનિંગ ડિકલેર કરી ત્યારે રવિન્દ્ર જાડેજા 175 રન પર નોટઆઉટ રમી રહ્યો હતો. મોહમ્મદ શામી સાથે તેણે 9મી વિકેટ માટે 94 બોલ પર અણનમ 103 રન પર જોડ્યા હતા, જાડેજા જે પ્રમાણે રમી રહ્યો હતો તે જોતા તેને 20થી 25 મિનિટ મળી જાત તો તે બેવડી સદી પણ ફટકારી હોત. હવે રોહિતના નિર્ણયને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. 18 વર્ષ પહેલા દરેક 2004ના એ ટેસ્ટને યાદ કરી રહ્યા છે જ્યારે રાહુલ દ્રવિડે સચિન તેંડુલકરને 194 રનના સ્કોર પર પરત બોલાવી લીધા હતા.
ત્યારે રાહુલ દ્રવિડ કેપ્ટન હતા અને હવે કોચ
2004માં ઈન્ડિયા પાકિસ્તાનના પ્રવાસે હતું. મુલ્તાનમાં રમવામાં આવેલી પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ રાહુલ દ્રવિડ પાસે હતી, જે અત્યારે ભારતીય ટીમના કોચ છે. મેચમાં વિરેન્દ્ર સહેવાગની ત્રેવડી સદીના કારણે ટીમ ઈન્ડિયાને મજબૂત શરુઆત મળી હતી. તેંડુલકરે પણ શાનદાર બેટિંગ કરતા 194 રનની અણનમ ઈનિંગ રમી હતી, પરંતુ તેંડુલકર દ્રવિડના કારણે પોતાની બેવડી સદી પુરી ન કરી શક્યા. તેઓ જ્યારે ડ્રેસિંગ રુમ તરફ જઇ રહ્યા હતા ત્યારે તેઓ રાહુલ દ્રવિડના નિર્ણયને કારણે હેરાન તો હતા પણ થોડા નાખુશ પણ નજરે આવ્યા હતા.
નોટઆઉટ રહેલા સચિન તેંડુલકરને બેવડી સદી ન ફટકારવા દીધી
ઈન્ડિયાનો સ્કોર 161.4 ઓવરમાં ચાર વિકેટના નુકસાને 675 રન હતો. યુવરાજ સિંહ 59 રન બનાવી અણનમ હતા, પરંતુ ફહરતના બોલ પર તેઓ આઉટ થયા હતા. યુવરાજ સિંહની વિકેટ પડ્યા બાદ જ રાહુલ દ્રવિડે ઈનિંગ ડિકલેર કરી હતી અને સામેની બાજુ 194 રને નોટઆઉટ રહેલા સચિન તેંડુલકરને બેવડી સદી ન ફટકારવા દીધી. જાડેજાની આ ઈનિંગ સચિન તેંડુલકરની તે ઈનિંગ સાથે જોડીને જોવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).