Home News ગાઝીયાબાદમાં ઝુંપડપટ્ટીમાં લાગેલી આગ ‘”ગૌશાળા'” સુધી પહોંચી; અનેક સિલેન્ડરમાં વિસ્ફોટ, 100 ગાયો...

ગાઝીયાબાદમાં ઝુંપડપટ્ટીમાં લાગેલી આગ ‘”ગૌશાળા'” સુધી પહોંચી; અનેક સિલેન્ડરમાં વિસ્ફોટ, 100 ગાયો જીવતી સળગી, જુઓ Video

https://youtu.be/q-50ncCcV7E

Face Of Nation 11-04-2022 : ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદની ઝુંપડપટ્ટી વિસ્તારોમાં આજે બપોરે ભીષણ આગની ગોઝારી ઘટના બની હતી. જે સ્થળ પર આગ લાગી હતી ત્યા એક ગૌશાળા પણ આવેલી છે. હિંડન નદીના કિનારે ઝુપડાઓમાં લાગેલી ભીષણ આગને લીધે ઓછામાં ઓછી 100 ગાય સળગીને મૃત્યુ પામી હોવાની માહિતી મળી છે. તો બીજીતરફ આગ એટલી ભીષણ હતી કે તેની પાછળ બનેલી ગૌશાળા પણ તેની ઝપટમાં આવી ગઈ હતી. અહીં મોટી સંખ્યામાં ગાયો હતી, આ ઘટના બનતા ગૌશાળાના માલિકે અનેક ગાયોને બચાવી લીધી હતી. શ્રી કૃષ્ણા ગૌસેવાના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું હતું કે આગ લાગવાની આ ઘટનાને લીધે 100તી વધારે ગાયો સળગીને મૃત્યુ પામી છે. ધૂમાડાને લીધે આજુબાજુ ઈમારતોને ખાલી કરાવવામાં આવી છે.
મુખ્યમંત્રી યોગીએ બચાવ કાર્ય ઝડપી બનાવવા આદેશ
ગાઝીયાબાદની ઝુંપડપટ્ટી વિસ્તાર નજીક કચરાના ઢગલા પડ્યા હતા. અહીં લાગેલી એક નાની એવી ચિંગારીએ ભીષણ આગનું સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. અને સમગ્ર વિસ્તારમાંને પોતાના ભરડામાં લઈ લીધો હતો. ઘટના અંગે માહિતી મળતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સમયે આગ લાગવા સાથે મોટા પ્રમાણમાં વિસ્ફોટો પણ થવા લાગ્યા હતા. આ સાથે એવું માનવામાં આવે છે કે આ વિસ્ફોટો સિલેન્ડર ફાટવાને લીધે થયા છે. વિસ્ફોટને લીધે લોકોમાં વ્યાપક પ્રમાણમાં ભયનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની જાણ થઈ હતી અને તેમણે બચાવ કાર્યોને ઝડપી બનાવવા માટે આદેશ આપ્યા છે.
તેજ હવાને લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
સોમવારે બપોરે લગભગ દોઢ વાગે ગાઝીયાબાદના કનાવની ગામમાં ભીષણ આગ લાગી હતી. સમગ્ર વિસ્તારમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. આગ ઉપર નિયંત્રણ મેળવવા માટે સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણીનો ઉપયોગ કર્યો હતો, પણ તેજ હવાને લીધે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).