Home Gujarat ગુજરાતમાં કોરોનાના 23 નવા કેસ, અમદાવાદમાં સૌથી વધુ 18 કેસ; 18 દર્દી...

ગુજરાતમાં કોરોનાના 23 નવા કેસ, અમદાવાદમાં સૌથી વધુ 18 કેસ; 18 દર્દી થયા સાજા અને સતત બીજા દિવસે શૂન્ય મોત, રિક્વરી રેટ 99.09% !

Face Of Nation 09-05-2022 : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દી સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં 18 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. આ સિવાય વડોદરા શહેરમાં 3, આણંદ અને ભરૂચ જિલ્લામાં 1-1 એમ રાજ્યમાં કુલ 23 કેસ નોંધાયા છે. તો આજે 31 જિલ્લા અને 6 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.09 ટકા પર સ્થિર રહ્યો છે.
રાજ્યમાં 152 એક્ટિવ કેસ, 7મી મેએ 1 દર્દીનું મોત
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 503ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 944 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 434 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 152 એક્ટિવ કેસ છે, 1 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 151 દર્દીઓની હાલત સ્થિર છે. તો બીજીતરફ રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).