Home World ચીનના શંઘાઈમાં ઓમિક્રોનના માત્ર 19 કેસ નોંધાતાં સોમવારથી લોકડાઉન; દુનિયામાંથી હજુ કોરોના...

ચીનના શંઘાઈમાં ઓમિક્રોનના માત્ર 19 કેસ નોંધાતાં સોમવારથી લોકડાઉન; દુનિયામાંથી હજુ કોરોના નથી ગયો!

Face Of Nation 28-03-2022 : ચીનમાં ઓમિક્રોનની નવી લહેર ચાલી રહી છે અને દરરોજ રેકોર્ડબ્રેક કેસ આવી રહ્યાં છે આનાથી તંત્ર હરકતમાં આવ્યું છે અને સોમવારથી શહેરમાં લોકડાઉન લાગુ પાડવામાં આવી રહ્યું છે. આ પહેલા તિનજિઆંગ શહેર સહિત બીજા કેટલાક શહેરોમાં પણ લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું હતું. ચીનના સૌથી મોટા શહેર શંઘાઈમાં રવિવારે ઓમિક્રોનના 19 કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો હતો અને આથી તંત્ર દ્વારા તબક્કાવાર લોકડાઉન લાગુ પાડવાનો નિર્ણય કરાયો છે. તો બીજીતરફ ચીનના ઘણા શહેરોમાં ઓમિક્રોનની લહેર ચાલી રહી છે. તંત્ર દ્વારા ઓમિક્રોનને કાબુમાં લેવા આકરા પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
હજુ કોરોના ગયો નથી, ભારતમાં ઓમિક્રોન નબળો પડ્યો
ચીન, કોરિયા, અમેરિકા તથા યુરોપના દેશોમાં હજુ પણ કોરોના કેસ આવી રહ્યાં છે એટલે કોરોના હજુ ગયો નથી તેવું સ્પસ્ટપણે લાગી રહ્યું છે. તો બીજી તરફ ઓમિક્રોન વેરિએન્ટના કારણે ગત લહેર પ્રમાણિત રીતે બીજી લહેરની સરખામણી ખૂબ જ હળવી રહી હતી. નિષ્ણાંતોનું માનવું છે કે, રાષ્ટ્રીય રસીકરણ અભિયાનના માધ્યમથી ઉભી થયેલી હર્ડ ઈમ્યુનિટી અને પ્રાકૃતિક એન્ટીબોડી તેની પાછળનું મહત્વનું કારણ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).