Home News છૂટાછેડાના ન્યૂઝ છાપનાર મેગેઝિન પર પ્રિયંકા અને નિક જોનસ માનહાનિનો કેસ કરશે

છૂટાછેડાના ન્યૂઝ છાપનાર મેગેઝિન પર પ્રિયંકા અને નિક જોનસ માનહાનિનો કેસ કરશે

માર્ચના છેલ્લા અઠવાડિયામાં ચોંકાવનારા સમાચાર વહેતા થયા હતા કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ છૂટાછેડા લેવાના છે. આ સમાચારની ગંગોત્રી હતી વિદેશી લાઇફસ્ટાઇલ મેગેઝિન ‘OK’. આ સમાચાર વાઇરલ થયા બાદ હવે પ્રિયંકા અને નિકે આ મેગેઝિન પર માનહાનિનો કેસ કરવાનું નક્કી કરી લીધું છે.

એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ ‘બોલિવૂડ લાઇફ’ના સમાચાર મુજબ, પ્રિયંકાની કાનૂની ટીમ આ ન્યૂઝ મેન્યુફેક્ચરિંગ મેગેઝિન સાથે વાત કરશે અને ખાતરી કરશે કે આ સમાચાર ખોટા છે એવું તેઓ સ્વીકારે. જો તેઓ આ વાત નહીં માને તો પ્રિયંકા અને નિક આ મેગેઝિન પર તેમને બદનામ કરવાનો કેસ માંડશે.

આ મેગેઝિને એવા ન્યૂઝ છાપ્યા હતા કે, તેઓ નાની-નાની વાતે ઝઘડી રહ્યાં છે. નિકે પ્રિયંકાની વાતમાં આવીને લગ્ન કર્યાં અને હવે તે પસ્તાઈ રહ્યો છે. મેગેઝિને એમ પણ લખ્યું હતું કે નિકનું કુટુંબ લગ્ન તોડવા કરવા વિનંતી કરી રહ્યું છે. નિકના પરિવારે શરૂઆતમાં વિચાર્યું હતું કે પ્રિયંકા એક મેચ્યોર મહિલા છે, જે કુટુંબ અને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. પરંતુ તે 21 વર્ષની અલ્લડ યુવતીની જેમ વર્તન કરી રહી છે.