Home News દિલ્હીમાં બિલ્ડિંગમાં આગથી 16 લોકોનાં મોત; મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે આવેલી છે...

દિલ્હીમાં બિલ્ડિંગમાં આગથી 16 લોકોનાં મોત; મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે આવેલી છે કોમર્શિયલ ઈમારત; ફાયરબ્રિગેડની નવ ગાડીઓ ઘટનાસ્થળે!

Face Of Nation 13-05-2022 : દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગી ગઈ. દુર્ઘટનામાં 16 લોકોના મોત નિપજ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી બારી તોડીને બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગની બારીમાંથી નીકળતા ધુમાડા વચ્ચે લોકોને JCB મશીનની મદદથી નીચે ઉતારવામાં આવ્યા. તો કેટલાંક લોકોને દોરડાંની મદદથી નીચે ઉતારવામાં આવ્યા. હાલ ઘટના સ્થળે ફાયરબ્રિગેડની 9 જેટલી ગાડીઓ છે, જે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. આ સાથે જ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સ્પોટ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).