Home Gujarat નવતર પ્રયોગ : 25મી જૂનથી રથયાત્રાના રૂટ પર વાગશે દેશભક્તિના ગીતો, IPS...

નવતર પ્રયોગ : 25મી જૂનથી રથયાત્રાના રૂટ પર વાગશે દેશભક્તિના ગીતો, IPS અધિકારીઓ તણાવ હળવો કરવા પોળના લોકો સાથે સમય વિતાવશે!

Face Of Nation 21-06-2022 : કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તો વિના જ નીકળી હતી. પરંતુ આ વખતે કોરોનાના કેસ ઓછા થતાં હવે ભક્તો સાથે ભગવાન જગદીશ નગરચર્ચાએ નીકળશે. અમદાવાદમાં રથયાત્રાના માર્ગો પર કોમી એકતા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા તાજેતરમાં એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. તે ઉપરાંત સર્વ ધર્મના લોકોનો રક્તદાન કાર્યક્રમ પણ યોજાયો હતો. હવે આગામી 25 જૂનથી રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર દેશભક્તિના કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવશે.
સંવેદનશીલ વિસ્તારમાં જઈને લોકો સાથે વાત કરશે
અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર લાઉડ સ્પીકરમાં દેશભક્તિના ગીત વગાડવામાં આવશે. શહેરમાં રથયાત્રા પહેલાં અલગ અલગ પ્રકારના ભાઈચારાને લગતાં કાર્યક્રમો યોજવામાં આવશે. તે ઉપરાંત IPS અધિકારીઓ પણ વાતાવરણ હળવું બનાવવા અને તણાવ હળવો કરવા માટે સરપ્રાઈઝ વિઝીટ કરશે.તેઓ અલગ અલગ સંવેદનશીલ વિસ્તારમાં જઈને લોકો સાથે વાત કરશે અને સમય વિતાવશે. આ નવતર પ્રયોગ કરવા માટે પ્લાન કરી દેવામાં આવ્યા છે.
નાના-મોટા કાર્યક્રમ કરવાનું પણ આયોજન
રથયાત્રાના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રથયાત્રાના રૂટ પર હવે એક અનેરો માહોલ જોવા મળશે. દેશભક્તિના ગીતો સાંભળવા મળશે. 25મીની આસપાસ રથયાત્રા રૂટ પર લાઉડ સ્પીકર ગોઠવવામાં આવશે.રથયાત્રાના માર્ગ પર અલગ અલગ દિવસે સ્થાનિકો દ્વારા હિન્દુ મુસ્લિમ ભાઈચારા માટે નાના-મોટા કાર્યક્રમ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં એક દેશભક્તિનો માહોલ બને તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો બીજીતરફ રથયાત્રાના માર્ગમાં કાર્યક્રમ કરાશે. જેમાં લાઉડ સ્પીકરમાં દેશભક્તિના ગીતો વગાડવાનું આયોજન છે તેમજ અમુક એવા વિસ્તાર છે જે સંવેદનશીલ ગણી શકાય ત્યાં IPS અધિકારી જશે. સ્થાનિકો સાથે થોડો સમય રહેશે જેનાથી એક હળવો માહોલ સર્જાઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).