Home World ફ્રાન્સના રાષ્ટ્રપતિ પર ફેંકાયાં ટામેટાં; સુરક્ષાગાર્ડ્સે ધક્કામુક્કી કરતાં ભીડ ગુસ્સે થઈ અને...

ફ્રાન્સના રાષ્ટ્રપતિ પર ફેંકાયાં ટામેટાં; સુરક્ષાગાર્ડ્સે ધક્કામુક્કી કરતાં ભીડ ગુસ્સે થઈ અને બેગમાંથી ફેંક્યાં ટામેટાં, ગયા વર્ષે એક શખ્સે મારી હતી થપ્પડ!

Face Of Nation 28-04-2022 :  ફ્રાન્સમાં ચૂંટણી જીત્યા બાદ જાહેરમાં ફરવા નીકળેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. ખરેખર, જ્યારે પેરિસની એક સ્થાનિક બજારમાં આવેલા રાષ્ટ્રપતિ મેક્રોનને લોકોએ ઘેરી લીધા હતા. મેક્રોનના સુરક્ષાગાર્ડ્સે ભીડને રોકવા માટે લોકોને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો હતો. આથી રોષે ભરાયેલા લોકો સાથે તેમની ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ બેગમાંથી ટામેટાં કાઢીને ફેંકવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ તેના ગોર્ડ્સ તરત જ એક્શનમાં આવી ગયા અને મેક્રોનને બચાવી લીધા હતા. ભીડ વચ્ચેથી મેક્રોન સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, સદનસીબે તેમને કોઈ ઈજા થઈ ન હતી.
ગયા વર્ષે પણ થયો હતો હુમલો
આવું પ્રથમ વખત નથી બન્યું કે મેક્રોન આવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા હોય. ગયા વર્ષે પણ ડ્રોમ વિસ્તારમાં લોકોની સાથે મુલાકાત દરમિયાન એક શખસે તેમને ઠપ્પડ મારી દીધી હતી. બાદમાં આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેની વીડિયો-ક્લિપ પણ સામે આવી છે. આ ઉપરાંત ગયા વર્ષે જ, ફ્રેન્ચ ગેસ્ટ્રોનોમીને પ્રોત્સાહન આપવા લિયોનની મુલાકાત લેનારા મેક્રોન પર એક વ્યક્તિએ ઇંડાં ફેંક્યા હતા. આ માણસે ‘વિવે લા રિવોલ્યુશન’ના નારા લગાવતાં મેક્રોન પર ઇંડાં ફેંક્યા હતા. વિવે લા રિવોલ્યુશન એટલે ક્રાંતિ ઝિંદાબાદ થાય છે. આ સૂત્ર ફ્રેન્ચ ક્રાંતિ (1789-1799)ના સંદર્ભમાં લાગાવવામાં આવે છે.
મેક્રોન બીજીવાર રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે
ઈમેન્યુઅલ મેક્રોન થોડા દિવસ પહેલાં જ બીજી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે. તેમણે નેશનલ રેલી પાર્ટીના ઉમેદવાર મારીન લે પેનને હરાવ્યા હતા. ફ્રાન્સમાં 2002 પછી કોઈ નેતા ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા ન હતા, પરંતુ મેક્રોને આ પરંપરાને તોડી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).