Home News મધરાતે ‘વાયુ’એ રસ્તો બદલ્યો ,વેરાવળ-પોરબંદરના બદલે ઓમાન તરફ ફંટાશે

મધરાતે ‘વાયુ’એ રસ્તો બદલ્યો ,વેરાવળ-પોરબંદરના બદલે ઓમાન તરફ ફંટાશે

  • કેટેગરી 2નું વાવાઝોડું છે તે કેટેગરી 1માં પરિવર્તિત થાય તેવી સંભાવના- સ્કાયમેટ
  • આગામી 15 જૂન સૂધી વાવાઝોડાનો ખતરો બની રહેશે

Face Of Nation:કહેવાય છે ને વાવાઝોડાનો કોઈપણ નેઠો નહીં ગુજરાતમાં તોળાઈ રહેલા વાયુ વાવાઝોડામાં પણ કઈક આવુજ જોવા મળ્યુ છે. મઘરાતે ‘વાયુ’ વાવાઝોડાની થોડી દિશા બદલાઇ છે પરંતુ ઝડપમાં વધારો થયો છે. બપોર બાદ સરકાર ગુજરાતના વાતાવરણને લઈને ફરી જાહેરાત કરી શકે છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 200 કિમી દૂર ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. જેથી ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદ પડશે અને આગામી 15 જૂન સૂધી વાવાઝોડાનો ખતરો રહેશે.વાયુ વાવાઝોડાનો ગુજરાત પર કોઈ ખતરો નહીં- સ્કાયમેટ: હવામાન એજેન્સી સ્કાયમેટે દાવો કર્યો છે કે ‘વાયુ’ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નહીં થાય. આ વાવાઝોડું પોરબંદર નજીકથી પસાર થાય તેવી શક્યતા છે. હાલ જે કેટેગરી 2નું વાવાઝોડું છે તે કેટેગરી 1માં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. વાયુ હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે. કાંઠાના વિસ્તારમાં થોડી અસર જોવા મળે તેવી શક્યતા વર્તાઈ રહી છે.