Home Uncategorized યુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની વ્લાદિમિર પુતિને ધમકી આપી

યુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની વ્લાદિમિર પુતિને ધમકી આપી

Face Of Nation 2-3-2022 : યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. રશિયાએ યુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી પણ આપી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને રશિયા પરમાણુ ફોર્સને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. યુક્રેન પર હુમલા પહેલાં તેમના ભાષણમાં વ્લાદિમિર પુતિને દુનિયાના દરેક દેશને ધમકી આપતાં કહ્યું હતું કે જો કોઈપણ દેશે આ યુદ્ધમાં દખલગીરી કરવાનો પ્રયત્ન કર્યો તો તેમને પરમાણુ હથિયારનો ઉપયોગ કરવો પડશે અને એને કારણે આખું યુરોપ બરબાદ થઈ શકે છે. પરમાણુ યુદ્ધથી મિનિટોમાં જ હજારો લોકોનાં મોત થઈ શકે છે. 1945માં પણ જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ હુમલો કર્યો હતો ત્યારે પણ આવું જ થયું હતું. આ હુમલો કરાયો ત્યારે જ ગણતરીની મિનિટોમાં લાખો લોકોનાં મોત થયાં હતાં. આ બ્લાસ્ટની અસર પણ એટલી હતી કે એ પછીનાં પણ ઘણાં વર્ષો સુધી લોકો મરતા રહ્યા હતા.
જો કોઈપણ દેશ આ યુદ્ધમાં દખલગીરી કરશે તો ખૂબ પરિણામ ભોગવવાં પડશે
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે. જોકે આ યુદ્ધ હવે નિર્ણાયક સ્થિતિમાં પહોંચી ગયું છે, પરંતુ જોખમ ટળ્યું છે એવું કહી શકાય નહીં. અમેરિકા સહિત પશ્ચિમ દેશ યુક્રેનની મદદ કરી રહ્યા છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પહેલાં જ ચેતવણી આપી છે કે જો કોઈપણ દેશ આ યુદ્ધમાં દખલગીરી કરશે તો ખૂબ પરિણામ ભોગવવાં પડશે.
જાપાન પરમાણુ હુમલો સહન કરી ચૂક્યું છે
નિષ્ણાતો પુતિનની આ ધમકીને પરમાણુ યુદ્ધ સાથે જોડીને જોઈ રહ્યા છે. જાપાન પરમાણુ હુમલો સહન કરી ચૂક્યું છે અને જે લોકો એમાંથી બચી ગયા છે તેઓ આજે પણ એ દિવસને યાદ કરીને કંપી ઊઠે છે. પરમાણુ યુદ્ધ બીજું કશું જ નહીં, પરંતુ બરબાદી જ લાવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).