Home Uncategorized રોગોની સારવારનું ‘પ્રથમ’ પગલું : ગુજરાતના જામનગરમાં સ્થપાશે ટ્રેડીશનલ મેડિસીનનું વૈશ્વિક...

રોગોની સારવારનું ‘પ્રથમ’ પગલું : ગુજરાતના જામનગરમાં સ્થપાશે ટ્રેડીશનલ મેડિસીનનું વૈશ્વિક કેન્દ્ર, WHO અને ભારત સરકાર વચ્ચે કરાર

Face Of Nation 26-03-2022 : ગુજરાતને વૈશ્વિક નકશા પર આગળ લઇ જવા સરકાર વધુ એક ભેટ આપવા જઈ રહી છે. જેમા ટ્રેડીશનલ મેડિસીન પર WHO નું વૈશ્વિક કેન્દ્ર જામનગર ખાતે સ્થાપવામાં આવશે. આ માટે જીનીવામાં 25મી માર્ચે ભારતના આયુષ વિભાગ અને WHO વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકાર વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 21મી એપ્રિલ 2022ના રોજ તેનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. ભારત આ કેન્દ્ર માટે $250 મિલિયન ખર્ચ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ WHO અને ભારત સરકાર વચ્ચેના કરારનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે એવી આશા છે કે, WHOનું નવું વૈશ્વિક કેન્દ્ર ગુજરાતમાં બની રહ્યું છે જે વિશ્વને વધુ સારા અને સસ્તા મેડિકલ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં મદદરૂપ થશે.
કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકારનો આભાર: WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, આ નવું વૈશ્વિક કેન્દ્ર ટ્રેડીશનલ મેડિસીન અને તબીબી પદ્ધતિઓના આધુનિક સંશોધન અને પ્રમાણીકરણમાં મદદ કરશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે, વિશ્વના લાખો લોકો માટે પરંપરાગત દવા એ રોગોની સારવારનું પ્રથમ પગલું છે. આવી સ્થિતિમાં પરંપરાગત દવાઓને વૈજ્ઞાનિક આધાર સાથે વધુ અસરકારક બનાવવાનો અમારો પ્રયાસ રહેશે. તેમણે આ કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકારનો આભાર માન્યો હતો.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).