Home Exclusive લોકસભા ચૂંટણી વચ્ચે ગુજરાત-પાકિસ્તાન બોર્ડર પરથી પાકિસ્તાની શખ્સ ઝડપાયો

લોકસભા ચૂંટણી વચ્ચે ગુજરાત-પાકિસ્તાન બોર્ડર પરથી પાકિસ્તાની શખ્સ ઝડપાયો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદે તણાવ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. આ દરમિયાન બનાસકાંઠાની કુમાર બોર્ડર પાસેથી ઘૂસણખોરી કરતો મહમ્મદ અલી નામનો પાકિસ્તાની યુવાન ઝડપાયો છે. સિંધિ ભાષા બોલતા આ પાકિસ્તાની ઉલ્લેખનીય છે કે, 6 માર્ચના રોજ બોર્ડર પિલ્લર નંબર 1050 પાસેથી એક 30 વર્ષનો પાકિસ્તાની નાગરિક ઝડપાયો હતો. આમ એક મહિનામાં બે પાકિસ્તાની નાગરિકો ઝડપાયા છે. નાગરિકને બીએસએફે ઝડપી લઈ પૂછપરછ હાથધરી હતી. તેમજ કચ્છ અને બનાસકાંઠા સ્થિત ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ સાબદી થઈ છે.

બીએસએફના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, 25 માર્ચના રોજ 35 વર્ષીય મહમ્મદ અલી નામનો પાકિસ્તાની બોર્ડર પિલ્લર નંબર 1015 પાસેથી ઝડપાયો હતો. આ શખ્સ બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ફેન્સિંગ વગરના વિસ્તારમાંથી ઘૂસ્યો હતો.