Home Politics વાવાઝોડાનું સંકટ,સરકાર સાવધ,સુરતમાં બીચ બંધ કર્યા,રાજકોટમાં 13મીએ સ્કૂલોમાં રજા જાહેર

વાવાઝોડાનું સંકટ,સરકાર સાવધ,સુરતમાં બીચ બંધ કર્યા,રાજકોટમાં 13મીએ સ્કૂલોમાં રજા જાહેર

સુરતના ડુમસ બીચ અને ગોલ્ડન બીચ બંધ કરાયા

Face of nation :ગુજરાત પર વાવાઝોડાના તોળાતા ખતરા સામે સરકારે આગોતરા પગલા ભર્યા છે…તે સાથે સાવધાની વર્તીને સુરતના ડુમસ બીચ અને ગોલ્ડન બીચ બંધ કરાયા છે. સાવધાનીરૂપે આ બંને બીચ આગામી તા. 15 સુધી બંધ રહેશે।.તો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરફથી શાળા કૉલેજો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.તે સાથે જ તંત્રએ સતર્કતા વર્તીને સ્થળાતંરની કાર્યવાહી પણ આરંભી દીધી છે..મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બુધવારે કેબિનેટમાં ફક્ત વાવાઝોડા પર ચર્ચા કરવામાં આવશે તેમ જણાવ્યું છે…તે સાથે જ વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે વહિવટી તંત્ર તમામ કોઈપણ પરીસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.