Face Of Nation 09-06-2022 : વડોદરાની શમા બિંદુએ સેલ્ફ મેરેજ કરવાની જાહેરાત કરી, ત્યારે 2 જૂને તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ માત્ર 17 હજાર હતા, જોકે 9મી જૂને તેના ફોલોઅર્સની સંખ્યા વધીને 26 હજારને પાર કરી ગઇ છે. આમ, 1 અઠવાડિયામાં જ તેના ફોલોઅર્સની સંખ્યામાં 50% જેટલો વધારો થયો છે.
સોશિયલ મીડિયા ફોલોઅર્સ વધારવાનું નાટક?
વડોદરાની શમા બિંદુએ પહેલા જ પોતાના સેલ્ફ મેરેજ કરવાની જાહેરાત કરી, પછી મીડિયાથી દૂરી બનાવીને ચૂપચાપ લગ્ન કરી લીધા. શમાના આ લગ્ન અનેક સવાલો ઊભા કરે છે. શું આ આખું શમાનું પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ વધારવાનું નાટક છે?, શું આ એક પબ્લિસિટી સ્ટંટ છે? શમાએ પોતાની જાત સાથે લગ્ન જ કરવા હતા તો ચૂપચાપ કેમ કર્યા, પોતે મીડિયાને જાણ કર્યા વિના પોતાની રીતે જાતે એકલા કેમ કરી ન નાખ્યા.
મૂળ બિહારની શમા ડિજિટલ ક્રિએટર તરીકે કામ કરે છે
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતી મૂળ બિહારની શમા ડિજિટલ ક્રિએટર તરીકે કામ કરે છે, એટલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાના તેને રૂપિયા મળે છે, એટલે પોતાના ફોલોઅર્સ વધારીને વિવિધ કંપનીઓ અને પ્રોડક્ટની પોસ્ટ પોતાના હોમપેજ પર મૂકીને રૂપિયા કમાવા તેણે આવો સ્ટંટ કર્યો છે કે કેમ?
જગતની કોઈ સંસ્કૃતિમાં આ લગ્ન સ્વીકાર્ય નથી
વડોદરાના ડો. જ્યોતિનાથ બાબાએ જણાવ્યું હતું કે સોલો ગામી લગ્ન એ પબ્લિસિટી સ્ટંટ છે. આવા લગ્નને સમાજમાં કોઇ સ્થાન નથી. માત્ર હિન્દુ જ નહીં, જગતની કોઇ સંસ્કૃતિમાં આવા લગ્ન સ્વીકાર્ય નથી. આ લગ્ન આપણી સંસ્કૃતિ અને ધર્મ માટે લાલબત્તી સમાન છે. ભારતીય સંસ્કૃતિમાં 8 પ્રકારનાં લગ્નો જ માન્ય છે, એમાં આત્મવિવાહને કોઇ સ્થાન નથી.
આ માત્ર ને માત્ર પબ્લિસિટી સ્ટંટ છેઃ નીરજ જૈન
હિન્દુ અગ્રણી નીરજ જૈને જણાવ્યું હતું કે આ માત્ર ને માત્ર પબ્લિસિટી સ્ટંટ છે અને સિંગલ જીવવા માટે ઘણા બધા રસ્તા હોય છે. હિન્દુ સંસ્કૃતિ પર આવાં લગ્નોથી અસર થાય છે. સમાજે આવા લોકોને દૂર રાખવા જોઇએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).