Face Of Nation 23-06-2022 : ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ વીજળી પડવાના બનાવ સામે આવતા રહે છે. 6 દિવસ પહેલાં રાજ્યમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનામાં 5 લોકોનાં મોત થયાં હતાં. વીજળી પડવાને કારણે જાનમાલને પણ નુકસાન થાય છે. ત્યારે ઈસરો દ્વારા વીજળીમાંથી પાવર ઉત્પન્ન કરવા માટે લાઈટનિંગ ડિટેક્શન સેન્સર મશીન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં 10 જગ્યા પર મૂકવામાં આવ્યા છે. દેશમાં 10 જગ્યામાંથી બે સ્થળ એવાં રાજકોટ અને કચ્છના માંડવીનો સમાવેશ થાય છે. બીજીતરફ આ સેન્સર મશીનની આસપાસ 200 કિલોમીટરની રેન્જમાં વીજળી પડે તો એનું ચોક્કસ લોકેશન ડેટા સ્ટોર થશે અને એના આધારે ઈસરો દ્વારા આગળ કામ કરશે. આમ, રાજકોટમાં મૂકેલું સેન્સર અમદાવાદ જિલ્લાના બાવળાથી લઈ અમરેલી સહિત 11 જિલ્લામાં પડતી વીજળીનું પર્ફેક્ટ લોકેશન જાણી શકાશે. રાજકોટના કાલાવડ રોડ પર કણકોટ સ્થિત લાભુભાઈ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સેન્સર આજથી એક મહિના પૂર્વે મૂકવામાં આવ્યું હતું.
વીજળી પડવાથી થતું નુકસાન પણ અટકશે
ચોમાસામાં વાવાઝોડા દરમિયાન વીજળી પાડવાના બનાવ સામે આવતા હોય છે, જેને કારણે જાનમાલને પણ નુકસાન થતું હોય છે, ત્યારે આ આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થતાં જો વીજળીમાંથી પાવર કેપ્ચર કરવાની સિસ્ટમ અમલમાં આવે તો આગામી દિવસોમાં વીજળી પડવાથી જાનમાલને થતું નુકસાન પણ અટકાવી શકાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).