Home Gujarat હવામાન વિભાગની આગાહી : ગુજરાતના વાતાવરણમાં આવશે ફરી પલટો

હવામાન વિભાગની આગાહી : ગુજરાતના વાતાવરણમાં આવશે ફરી પલટો

Face Of Nation 05-03-2022 :  ગુજરાતમાંથી શિયાળો ધીરે ધીરે વિદાય લઇ રહ્યો છે. તેમજ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. તેવા સમયે છેલ્લા બે દિવસથી લધુત્તમ તાપમાન ઘટાડો થયો છે. ગુજરાતમાં આગામી 7 માર્ચથી માવઠાની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં સામાન્ય વરસાદ પડશે. જયારે તાપી, નર્મદા, ડાંગ જિલ્લામાં માવઠાની આગાહી કરાઇ છે. તેમજ લઘુત્તમ તાપમાન 15થી 20 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સુધી રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો રવિવાર સુધી તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધારે રહેશે. માવઠાને કારણે પાકમાં નુકશાનની ભીતી સેવાઇ રહી છે.ડબલ ઋતુના અહેસાસ વચ્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. જેમાં સોમવારે માવઠાની શક્યતા છે. જયારે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડા પવન ફૂંકાશે.
જિલ્લાઓમાં આગામી 7 માર્ચે હળવા વરસાદની આગાહી કરી
જયારે હાલ ગુજરાતમાં રાત્રે હજી ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે દિવસે ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી 7 માર્ચે હળવા વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
બેવડી ઋતુનો અનુભવ
ગુજરાતમાંથી શિયાળો ધીરે ધીરે વિદાય લઇ રહ્યો છે. તેમજ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. તેવા સમયે છેલ્લા બે દિવસથી લધુત્તમ તાપમાન ઘટાડો થયો છે. તેમજ વાતાવરણમાં ઠંડક વધી છે. જેમાં સવારે અને રાત્રે ઠંડી અને દિવસ દરમ્યાન ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).