Face Of Nation 29-03-2022 : આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી પડશે.આગામી 31 માર્ચ, એક અને બે એપ્રિલે હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ જણાવ્યું છે કે, 31મી માર્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ રહેશે જ્યારે પહેલી અને બીજી એપ્રિલે રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સાંબરકાંઠા અને પાટણમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અંગ દઝાડતી ગરમી પડશે. હિટવેવની આગાહીને પગલે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે.જેમાં આજે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 40 સુધી પહોંચ્યો છે ત્યારે પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે અને આગામી બેથી ત્રણ મહિનામાં દરમિયાન ખૂબ જ સાવચેતી રાખવા માટે હેલ્થ વિભાગે અપીલ કરી છે. શહેરમાં ચાલુ વર્ષે ઝાડા ઉલટીના 654 કેસ, કમળાના 360, કોલેરાનો 1 કેસ અને ટાઇફોઇડના 287 કેસ નોંધાયા છે.ચાલુ વર્ષે પાણીના 20 સેમ્પલ અનફિટ સામે આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).