ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કપાતા ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કરીને વડાપ્રધાન મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પર પ્રહારો કર્યા હતા. તેમણે ન્યૂટનનો ત્રીજા નિયમ યાદ અપાવતા જણાવ્યું હતું કે, દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.
શત્રુઘ્ન સિંહાએ અડવાણીને પિતા સમાન ગણાવતા તેમની ટિકિટ અમિત શાહને અપાતા નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, સરજી, રાફેલ બાબા, ચાળીસ ચોકીદારનો રોલ નિભાવવાને બદલે કાંઈક કરો, સુધારો કરવા માટે કોઇ પગલા લો. નુકસાની ભરપાઇ કરવા માટે કાંઇક પગલાં લો. આ દુઃખદ અને શરમજનક છે. તમારા લોકોએ જે કર્યું, તેની આશંકા પહેલેથી હતી. પાર્ટીના સૌથી આદરણીય મિત્ર અને દાર્શનિક, માર્ગદર્શક, પિતા સમાન અડવાણીને નિવૃત્તિ માટે વિવશ કરવામાં આવ્યા. તેમણે જણાવ્યું હતું કે અમિત શાહ પાસે લાલકૃષ્ણ અડવાણી જેવી ના તો છબિ છે અને ના તો કદ. આ જાણી જાઇને કરવામાં આવ્યું છે. તેઓ પિતા સમાન છે. તેમની સાથે આ વલણની મંજૂરી આપી શકાય નહીં. તમે અને તમારા લોકોએ જે મારી સાથે કર્યું તે સહનીય છે. હું ઉત્તર આપવા માટે સક્ષમ છું. ન્યૂટનનો ત્રીજા નિયમ યાદ રાખજા. દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. યશવંત સિંહા, અરુણ શૌરી અને હવે લાલકૃષ્ણ અડવાણી સાથે જે થયું, તેને લોકો જાઇ રહ્યા છે. આ એક વ્યક્ત અને બે લોકોની કંપની દ્વારા કરવામાં આવે છે.