Home Politics અમદાવાદના ઘાટલોડિયામાં યોગીની સભામાં ભીડ ભેગી કરવા IPLનું પ્રસારણ બંધ કરાયું !

અમદાવાદના ઘાટલોડિયામાં યોગીની સભામાં ભીડ ભેગી કરવા IPLનું પ્રસારણ બંધ કરાયું !

ગાંધીનગર લોકસભામાં આવતા ઘાટલોડિયામાં આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેરસભામાં સંખ્યા ભેગી કરવા માટે ઘાટલોડિયા વિસ્તારમાં IPLનું પ્રસારણ બંધ કરી દેવામાં આવ્યુ હતું,

ઘાટલોડીયા પ્રભાત ચોક ખાતે આજે અમિત શાહના પ્રચાર માટે યોગી આદિત્યનાથ જાહેરસભા સાંજે સાડા છ વાગ્યા પછી શરૂ થવાની હોવાથી સમગ્ર ઘાટલોડિયા વિસ્તારમાં IPLનું પ્રસારણ બંધ કરી દેવામાં આવ્યું હતું. યોગીની સભા પૂરી થતાં જ ફરીથી IPLનું પ્રસારણ શરૂ થઈ ગયું હતું.