Home Gujarat અમદાવાદનું નવું આકર્ષણ ‘અટલ બ્રિજ’; એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે 75 કરોડ રૂ.ના...

અમદાવાદનું નવું આકર્ષણ ‘અટલ બ્રિજ’; એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે 75 કરોડ રૂ.ના ખર્ચે બાંધવામાં આવેલો આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર!

Face Of Nation 16-05-2022 : દેશ વિદેશથી અમદાવાદ આવતા લોકો અને અમદાવાદીઓ માટે વધુ એક આકર્ષણ એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે 75 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલો આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના પદાધિકારીઓએ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આગામી મહિને પ્રધાનમંત્રીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી પુરી શકયતા છે.
ફી-સમય આગામી દિવસોમાં નક્કી કરાશે
આ બ્રિજના ઉદઘાટન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી ઓફિસમાં જાણ કરીને સમય માંગવામાં આવ્યો છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવ્યું હતું કે, સાબરમતી નદી પર બાંધવામાં આવેલો ફૂટ ઓવર બ્રિજનું નામ અટલ બ્રિજ આપવામાં આવ્યું છે. તેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સપનું હતું. 95 ટકા કામગીરી બ્રિજની પૂર્ણ થઈ ગઈ છે માત્ર ફિનિશિગ અને ઓવરબ્રિજ પર થોડું કામ બાકી છે. ઝડપથી આ કામગીરી પૂર્ણ થઇ જતાં બ્રિજ અને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ ફૂટ ઓવરબ્રિજમાં પ્રવેશ માટેની ફી અને સમય આગામી દિવસોમાં નક્કી કરાશે.
ફૂટ ઓવરબ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે
સાબરમતી રિવરફ્રન્ટ પર પદયાત્રીઓ અને સાઇક્લિસ્ટો માટે આ ફૂટ ઓવરબ્રિજ આકર્ષણરૂપ બની રહે તે માટે કેટલીક વિશિષ્ટ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફૂટ ઓવરબ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીનો સ્ટોલ ઊભો કરાશે અને ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે. આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ 300 મીટર લાંબો અને પશ્ચિમ તથા પૂર્વના બંને છેડેથી તેમાં પદયાત્રીઓ સાઇક્લિસ્ટો આવન-જાવન કરી શકશે. આ ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ 2019ના અંતમાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાકાળને કારણે ખાસ્સો લાંબો સમય કામ બંધ રહેતા વિલંબ થતાં મે મહિનાના અંતમાં બાંધકામ પૂરું કરીને તેનું લોકાર્પણ કરાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).