રાષ્ટ્રદ્રોહના કેસમાં કોર્ટની સુનાવણી દરમિયાન સતત ગેરહાજર રહેતા ધરપકડ વોરંટ ઈસ્યૂ કર્યું
Face Of Nation:અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયા રાષ્ટ્રદ્રોહના કેસમાં કોર્ટની સુનાવણી દરમિયાન સતત ગેરહાજર રહેતા, કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હતું. જેને પગલે આજે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે દિનેશ બાંભણિયાની અટકાયત કરી હતી. આમ અટકાયત બાદ બાંભણિયાને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોર્ટે શરતી જામીન આપ્યા અને 1000નો દંડ પણ ફટકાર્યો હતો.