Home Gujarat અમદાવાદ સહિત ગુજરાતમાં શુક્રવારે નીકળશે 180 રથયાત્રા, અમદાવાદની રહેશે સૌથી મોટી રથયાત્રા,...

અમદાવાદ સહિત ગુજરાતમાં શુક્રવારે નીકળશે 180 રથયાત્રા, અમદાવાદની રહેશે સૌથી મોટી રથયાત્રા, બંદોબસ્ત માટે 25 પેરામિલિટરીની ફોર્સ બોલાવાઈ!

Face Of Nation 28-06-2022 : પહેલી જુલાઈ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે. તે ઉપરાંત રાજ્યમાં અલગ અલગ 180 જગ્યાઓ પર રથયાત્રા યોજાશે. સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાય તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવી દીધો છે. આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રથયાત્રાના બંદોબસ્તની સમીક્ષા કરીને પોલીસવડાએ જરૂરી સૂચનાઓ આપી હતી.
સૌથી મોટી રથયાત્રા અમદાવાદની રહેશે
અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસવડા આશિષ ભાટીયાએ અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, IBના વડા તથા શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રથયાત્રાના રૂટ તથા એલર્ટને લઈને ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમડ રથયાત્રામાં રાખવાની તકેદારી અંગે પણ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ વર્ષે રાજ્યમાં 180 રથયાત્રા યોજાશે. જેમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદની રહેશે જેમાં 10 લાખ લોકો ભાગ લેશે અને 19 કિમીનો રૂટ રહેશે.
ભાવનગરની રથયાત્રામાં 1 લાખ લોકો જોડાશે
અમદાવાદ બાદ ભાવનગર જિલ્લામાં 1 લાખ જન સંખ્યા વાળી રથયાત્રા યોજાશે. ત્યાર બાદ રાજ્યના 16 જિલ્લામાં 10 હજારથી વધુ લોકો સાથેની રથયાત્રા યોજાવવાની છે.ગત વર્ષે 59 રથયાત્રા નીકળી હતી. જેમાં નિયમિત રુટ પર ભક્તો વિના રથયાત્રા નીકળી હતી.2 વર્ષ બાદ જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે 2019માં જે પ્રકારે પોલીસ બંદોબસ્ત હતો તે મુજબ આ વર્ષે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
25 પેરા મિલિટરી ફોર્સની કંપની બહારથી બોલાવાઈ
રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્યમાં 25 પેરા મિલિટરી ફોર્સની કંપની બહારથી બંદોબસ્તમાં આવી છે જેમાંથી 22 કંપની અમદાવાદના રથયાત્રાના બંદોબસ્ટમાં રહેશે.આ ઉપરાંત અમદાવાદના બંદોબસ્ત માટે અમદાવાદ બહારથી 4 DIG/IG ,20 SP,60 DYSP,150 PI,300 PSI,2000 પોલીસકર્મીઓ,21 SRP કંપની બોલાવવામાં આવી છે. ડ્રોન કેમેરા,બોડી ઓન કેમેરા તથા સોશિયલ મીડિયાથી સાયબર ક્રાઈમ અને CID ક્રાઈમમાં આવેલ સાયબરની ટીમ નજર રાખશે. તમામ કેમેરા ગાંધીનગર આવેલ ત્રીનેત્ર કંટ્રોલ રૂમમાં દેખાશે જ્યાંથી રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).