Face Of Nation 09-07-2022 : શુક્રવારે સાંજે લગભગ 5.30 વાગ્યે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું હતું, જેને કારણે કેમ્પની વચ્ચે અચાનક પૂર આવ્યું હતું. દુર્ઘટના દરમિયાન 10-15 હજાર ભક્તો ગુફા પાસે હાજર હતા. ઘણા લોકો તંબુઓ સાથે તણાઈ ગયા હતા, જેમાંથી અત્યારસુધીમાં 15 લોકોનાં મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં હજુ પણ 35થી 40 શ્રદ્ધાળુઓ ફસાયેલા હોવાના અહેવાલ છે. પવિત્ર ગુફાથી એકથી બે કિલોમીટરની ત્રિજ્યામાં વાદળ ફાટ્યું હતું. ભક્તો માટે ઊભા કરાયેલા 25 જેટલા ટેન્ટ અને બેથી ત્રણ લંગર પહાડો પરથી જોરદાર પ્રવાહ સાથે આવેલા પાણીમાં તણાઈ ગયાં હતાં. દુર્ઘટના બાદ રાહત અને બચાવકાર્ય ચાલુ છે. સેનાના જવાનો, જમ્મુ-કાશ્મીર પોલીસ, NDRF, ADRF, ITBPના જવાનો અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).