https://youtu.be/hPR-_zyc5uM
Face Of Nation 28-06-2022 : અમેરિકાના ટેક્સાસમાં એક ટ્રકની અંદરથી 46 પ્રવાસીના મૃતદેહ મળ્યા છે. આ મૃતદેહો ટેક્સાસના સાન એન્ટોનિયો શહેરથી સોમવારે જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રકના કન્ટેઇનરમાં 100 જેટલા લોકોને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા. તેમને 18 પૈડાંવાળી આ ટ્રકમાં ભરીને ગેરકાયદે રીતે સરહદ પાર કરવામાં આવી રહી હતી.
4 બાળક સહિત 16ને હોસ્પિટલમાં દાખલ કરાયાં
4 બાળક સહિત 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જોકે હવે આ લોકોનાં મોત કેવી રીતે થયાં એ હજુ સ્પષ્ટ થયું નથી. સ્થાનિક પોલીસે પણ આ મામલે હજી સુધી કશું જણાવ્યું નથી. ટ્રકના બંધ કન્ટેઇનરમાં ગૂંગળામણને કારણે પ્રવાસીનાં મોત થયાની આશંકા છે. જ્યારે પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તેમને બહાર કાઢ્યા ત્યારે તેમના શરીર ગરમ હતા. તો બીજીતરફ અતિશય ગરમીના કારણે ટ્રકના કન્ટેનરનું તાપમાન વધી ગયું અને લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા હતા. સેન એન્ટોનિયો શહેર ટેક્સાસ-મેક્સિકો બોર્ડરથી લગભગ 250 કિમી દૂર છે.
કન્ટેનરમાં પાણીની સુવિધા પણ ન હતી
ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રક કન્ટેનરનો દરવાજો અડધો ખુલ્લો હતો. તેમાં વેન્ટિલેશન માટેની કોઈ વ્યવસ્થા નહતી અને કન્ટેનરમાં પાણીની સુવિધા પણ ન હતી. 3 પીડિતોની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).