Face Of Nation 21-06-2022 : ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદી યોગ દિવસની ઉજવણી કરવા કર્ણાટકના મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ પહોંચ્યા છે. તેમણે લગભગ 15,000 લોકો સાથે યોગ કર્યો હતો. પ્રધાનમંત્રીએ તાડાસન, ત્રિકોણાસન, ભદ્રાસન જેવાં આસનોથી યોગની શરૂઆત કરી હતી. યોગ હવે વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ ફક્ત જીવનનો એક ભાગ નથી, જીવનનો એક માર્ગ બની ગયો છે.
દુનિયાભરમાં મનાવવામાં આવી રહ્યો છે યોગ દિવસ
યોગ દિવસની પૂર્વસંધ્યા પર અમેરિકાના નાયગ્રા ધોધ પાસે પણ યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય અને અમેરિકન નાગરિકોએ ભાગ લીધો હતો. આ તરફ પાકિસ્તાનના લાહોરમાં, મુસ્લિમ મહિલાઓએ બુરખો પહેરીને યોગ કર્યા હતા. પડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુમાં યોગ દિવસની પૂર્વસંધ્યાએ ધરહારા ટાવર રોશનીથી ઝળહળી ઊઠ્યો હતો.
યોગ દેશ અને વિશ્વમાં શાંતિ લાવી શકે છે: મોદી
આ પ્રસંગે મોદીએ કહ્યું હતું- ‘આજે યોગ માનવજાતને સ્વસ્થ જીવનનો વિશ્વાસ આપી રહ્યો છે. આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે થોડાં વર્ષો પહેલાં આધ્યાત્મિક કેન્દ્રોમાં યોગની જે તસવીરો જોવા મળતી હતી એ હવે દુનિયાના ખૂણે ખૂણે દેખાઈ રહી છે. આ સામાન્ય માનવતાનાં ચિત્રો છે. એ વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ માત્ર એક વ્યક્તિ માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવતા માટે છે, તેથી આ વખતે થીમ છે યોગ ફોર હ્યુમેનિટી.
યોગ આપણને શાંતિ આપે છે – પ્રધાનમંત્રી
તેમણે વધુમાં કહ્યું- ‘યોગને વિશ્વમાં લઈ જવા માટે હું સંયુક્ત રાષ્ટ્રનો આભાર માનું છું. મિત્રો, આપણા ઋષિ-મુનિઓએ યોગ માટે કહ્યું છે – યોગ આપણને શાંતિ આપે છે. એ આપણા દેશ અને વિશ્વમાં શાંતિ લાવે છે. આ આખું વિશ્વ આપણા શરીરમાં છે. એ બધું જીવંત બનાવે છે. યોગ આપણને સજાગ, સ્પર્ધાત્મક બનાવે છે. એ લોકો અને દેશોને જોડે છે. આ આપણા બધા માટે સમસ્યાનું સમાધાન બની શકે છે.
યોગ દેશના ભૂતકાળને વિવિધતા સાથે જોડે છે
તેમણે આગળ કહ્યું હતું- ‘દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં દેશનાં 75 ઐતિહાસિક કેન્દ્રો પર એકસાથે યોગ કરવામાં આવી રહ્યો છે. એ ભારતના ભૂતકાળને ભારતની વિવિધતા સાથે જોડવા જેવું છે. વિશ્વના વિવિધ દેશોમાં લોકો સૂર્યોદય સાથે યોગ કરી રહ્યા છે. જેમ જેમ સૂર્ય આગળ વધી રહ્યો છે એમ એમ એના પ્રથમ કિરણ સાથે વિવિધ દેશોના લોકો એકસાથે જોડાઈ રહ્યા છે. આ યોગની ગાર્ડિયન રિંગ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).