Home World ઓસ્કાર-2022: પત્ની પર કમેન્ટ કરતાં એક્ટર વિલ સ્મિથે સ્ટેજ પર આવી હોસ્ટ...

ઓસ્કાર-2022: પત્ની પર કમેન્ટ કરતાં એક્ટર વિલ સ્મિથે સ્ટેજ પર આવી હોસ્ટ ક્રિસને મારી થપ્પડ, જુઓ Video

https://youtu.be/wBAiIPkM3qg

Face Of Nation 28-03-2022 : ઓસ્કર 2022માં લોકપ્રિય એક્ટર વિલ સ્મિથે પેઝેન્ટર ક્રિસ રોકને થપ્પડ મારી હતી. પ્રેઝેન્ટર ક્રિસે વિલની પત્નીના વાળ પર કમેન્ટ કરી હતી. આ વાત પર વિલ રોષે ભરાયો હતો. તે ઊભો થઈને સ્ટેજ પર આવ્યો હતો અને પછી ક્રિસ રોકને તમાચો મારી દીધો હતો. ક્રિસ રોકે ફિલ્મ ‘જી આઈ જેન’ અંગે વિલ સ્મિથની પત્ની જેડા પિન્કેટ સ્મિથની મજાક ઉડાવી હતી. તેણે જેડાના લુક પર કમેન્ટ કરતાં કહ્યું હતું કે જેડા ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ શકતી નથી, કારણ કે ફિલ્મમાં લીડ એક્ટ્રેસનો લુક બાલ્ડ હતો. જોકે, જેડાએ એલોપીસિયા (માથામાં ઉંદરી થવી, એક જાતની બીમારી)ને કારણે વાળ કઢાવી નાખ્યા હતા. પત્નીની આ રીતે મજાક થતાં વિલ ગુસ્સે થયો હતો અને ચાલુ શોમાં ક્રિસને તમારો મારી દીધો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)