Face Of Nation 1-3-2022 : આજે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે અને તે મુજબ આજથી જ LPG સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલું બિન-ગ્રાહકો માટે કોઇ જ સમસ્યા નથી કારણ કે આ વધારો હાલમાં માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ કરવામાં આવ્યો છે. પરંતુ ઘરેલું ગ્રાહકો માટે પણ વિધાનસભા ચૂંટણી પછી આફત આવી શકે તેવાં એંધાણ છે.
ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ $ 102 મોંઘી થઈ
સાતમી માર્ચ બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડર પણ મોંઘા થઈ જશે. છઠ્ઠી ઓક્ટોબર 2021થી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈપણ જાતનો વધારો કે ઘટાડો નથી કરાયો. પરંતુ તે ન તો સસ્તો થયો છે અને ન તો મોંઘો થયો છે, જો કે, બીજી બાજુ ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ $ 102 મોંઘી થઈ ગઇ છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. ઓક્ટોબર 2021થી પહેલી ફેબ્રુઆરી-2022ની વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 170 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે 1 ઓક્ટોબરે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1736 રૂપિયા હતી. ત્યાર બાદ નવેમ્બરમાં તે 2000 થયો અને ડિસેમ્બરમાં 2101 રૂપિયા થઈ ગયો. પરંતુ ત્યાર બાદ જાન્યુઆરીમાં તે ફરીથી સસ્તો થયો અને ફેબ્રુઆરી 2022માં તે સસ્તું થઇને 1907 રૂપિયા થઈ ગયો છે.
19 કિલોવાળો LPG હવે 105 રૂપિયા થઇ ગયો મોંઘો
આજથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયા બાદ હવેથી 19 કિલો LPG સિલિન્ડર દિલ્હીમાં 1907 રૂપિયાને બદલે 2012 રૂપિયામાં મળશે. તો બીજી બાજુ કોલકાતામાં હવે તેના 1987 ના બદલે 2095 રૂપિયા થઇ ગયા છે જ્યારે મુંબઇમાં તેની કિંમત હવે 1857 થી વધીને 1963 રૂપિયા થઇ ગઇ છે.
શું ઘરેલું સિલિન્ડર 100 થી 2000 રૂપિયા થશે મોંઘો?
એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિધાનસભા ચૂંટણી માટે કેટલાંક મહિનાઓથી સબસિડી વગરના ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત આપવામાં આવી છે અને આ રાહત ચૂંટણીને લઈને છે. પરંતુ હાલમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધી રહી છે અને તે પ્રતિ બેરલ 102 ડોલરને પાર કરી ગઈ છે. જેના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ચૂંટણી બાદ એટલે કે 7 માર્ચ પછી ગમે ત્યારે ઘરેલુ ગેસના ભાવમાં વધારો થઈ શકે છે અને એક સમયે 100 થી 200 રૂપિયા સુધીનો વધારો પણ થઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).