Home News કોરોનાની ગતિ વધવા લાગી : દેશમાં 35 ટકા વધ્યા કોરોનાના કેસ, છેલ્લા...

કોરોનાની ગતિ વધવા લાગી : દેશમાં 35 ટકા વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં 3712 નોંધાયા નવા કેસ, કેરળ અને મહારાષ્ટ્રે વધાર્યું ટેન્શન!

Face Of Nation 02-06-2022 : દેશમાં એક વખત ફરી કોરોનાની ગતી વધવા લાગી છે. લાંબા સમય પછી કોરોનાના મામલા બે હજારથી વધુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3,712 કેસ નોંધાયા છે. મંગળવારે નવા 2745 લોકો પોઝિટિવ આવ્યા હતા. એક રીતે જોવામાં આવે તો નવા કોવિડ કેસોમાં 35.4 ટકાનો ઉછાળો આવ્યો છે. બીજી તરફ 2584 દર્દી કોરોનાને માત આપીને સાજા થયા છે. જો કે મૃત્યુના મામલામાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે માત્ર 5 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં એક્ટિવ કેસ 18 હજાર 131 નોંધાયા છે.
કેરળ-મુંબઈમાં સૌથી વધુ કેસ નોંધાયા
દેશમાં સૌથી વધુ કેસ કેરળ અને મુંબઈમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 1197 લોકો પોઝિટિવ આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 1081 કેસ નોંધાયા છે. બંને રાજ્યો માટે આ સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં 24 ફેબ્રુઆરી પછી સૌથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. તો બીજીતરફ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મહારાષ્ટ્રમાં નવા ઓમિક્રોન મામલા પર લોકોને આશ્વાસન આપ્યું છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હાલ કોઈ પણ દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. સ્વાસ્થ્ય મંત્રીએ આ નિવેદન સતત વધી રહેલા મામલાઓને ધ્યાનમાં રાખીને આપ્યું છે.
નવા કેસ નોંધાયા બાદ દર્દીઓની સંખ્યા 4.31 કરોડ
નવા કેસ પ્રકાશમાં આવ્યા પછી દેશમાં કુલ દર્દીની સંખ્યા 4.31 કરોડ થઈ છે. મૃત્યુનો આંકડો 5.24 લાખની ઉપર જતો રહ્યો છે. જોકે કોરોનાનો સંક્રમણ દર 0.04 ટકા છે, જ્યારે રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે. ડેલી પોઝિટિવિટી રેટ 0.60 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 0.63 ટકા નોંધાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).