Face Of Nation 06-05-2022 : સુરત જિલ્લાના અરેઠ ગામે લગ્નના મંગળ ગીતોની જગ્યાએ મરશીયા ગવાયા હતાં. લગ્ન પ્રસંગમાં નાચતી વખતે વરરાજાને છાતિમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વરરાજાનું મોત નીપજ્યું હતું. જેથી પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ પેદા થયો હતો. તો બીજીતરફ વરરાજાના ઘરે ઘરે રાખેલ મંડપ મુહૂર્ત પ્રસંગે નાચતા યુવાનને અચાનક છાંતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેમને સારવાર અર્થે ખસેડાયા હતાં. જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. યુવાનની વરયાત્રાની જગ્યાએ નીકળેલી સ્મશાનયાત્રાથી ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી.
દવાખાનામાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી તાલુકાના અરેઠ ગામે રહેતા મીતેશભાઈ ચૌધરી (33)ના લગ્નનો મંડપ મુહૂર્તનો પ્રસંગ હતો. મંડપ મુહૂર્તના પ્રસગમાં સાંજના જમણવારનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડીજેનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ ડીજેના કાર્યક્રમમાં બધા નાચતા હતા. તે દરમિયાન વરરાજા મીતેશભાઈ પણ જોડાયા હતાં. જેમને નાચતી વેળા અચાનક જ છાંતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી સંબંધીઓ મોટરસાઈકલ પર અરેઠ સરકારી દવાખાનામાં લઈ ગયા હતાં. જ્યાંથી બારડોલી ખસેડાયા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).