Face Of Nation 11-03-2022 : ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપૂર અને ગોવામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. પ્રધાનમંત્રી મોદી ચાર રાજ્યોની ચૂંટણીનો વિજયોત્સવ મનાવવા સાથે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા ગુજરાતમાં છે. પ્રધાનમંત્રીએ એરપોર્ટથી કમલમ સુધી બે કલાક રોડ શો કર્યો હતો. કમલમમાં ગુજરાતના નેતાઓ સાથે હાલની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ રાજભવન ગયા હતા. જ્યાંથી સાડા ચાર વાગ્યે GMDCમાં ગુજરાત પંચાયત મહા સંમેલનમાં આવ્યા હતા.
‘શાળાઓનો જન્મ દિવસ ઉજવો’
નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માગ્યું. કહ્યું હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે. ગામની શાળા શરૂ થઈ હશે તેનું લખાણ હશે ક્યારે શરૂ થઈ તેનું દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવી શકીએ? શાળા શિક્ષકોની નથી, શાળા આપણા ગ્રામની પ્રાણશક્તિ છે.
‘75 વૃક્ષો વાવી, 75 પ્રભાતફેરી કરી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ’
આઝાદીના અમૃતોત્સવ અંતર્ગત ઓગસ્ટ 2023 સુધીમાં 75 કાર્યક્રમો કરી શકીએ? 75 પ્રભાત ફેરી કરીએ. અવાજ કેમ આવતો નથી આવું ચાલે? ગામ આખું ભેગું થઈને નક્કી કરે આઝાદીના 75 વર્ષે ગામમાં એક જગ્યા શોધીને ત્યાં 75 ઝાડ વાવીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).