Home Gujarat ગુજરાતમાં કોરોનાના નવા 58 કેસ નોંધાયા; 112 દર્દીઓ સાજા થયા, એક પણ...

ગુજરાતમાં કોરોનાના નવા 58 કેસ નોંધાયા; 112 દર્દીઓ સાજા થયા, એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી

Face Of Nation 09-03-2022 :  ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં ગુજરાતમાં 09 માર્ચના રોજ કોરોનાના નવા 58 કેસ નોંધાયા છે. તેમજ એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. તેમજ કોરોનાના લીધે આજે 112 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આરોગ્ય વિભાગના પ્રયાસના લીધે 12,11, 818 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે રાજ્યનો કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે.
રાજ્યના કોરોનાના લીધે અત્યાર સુધી 10,938 લોકો મૃત્યુ પામ્યા
હાલ રાજ્યના કોરોનાના કુલ એકટિવ કેસની સંખ્યા 662 છે. જેમાં પાંચ લોકો વેન્ટિલેટર પર છે અને 657 લોકો સ્ટેબલ છે. જ્યારે રાજ્યના કોરોનાના લીધે અત્યાર સુધી 10,938 લોકો મૃત્યુ પામ્યા છે.ગુજરાતમાં નોંધાયેલા કોરોના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 27, વડોદરામાં 07, ડાંગમાં 05, વડોદરા ગ્રામીણમાં 4 , ગાંધીનગર ગ્રામીણમાં 03, ગાંધીનગરમાં 02, આણંદમાં 1, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, છોટા ઉદેપુરમાં 1, દાહોદમાં 1, જામનગરમાં 1, નવસારીમાં 1, સુરત ગ્રામીણમાં 1 અને સુરતમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે બાકીના જિલ્લા અને શહેરોમાં કોરોનાના એક પણ કેસ નોંધાયો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).