Home Gujarat ગ્રીષ્મા હત્યા કેસ : ફેનિલને ફાંસી યથાવત્ રાખવા માગ; રાજ્ય સરકારે ફાંસીની...

ગ્રીષ્મા હત્યા કેસ : ફેનિલને ફાંસી યથાવત્ રાખવા માગ; રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત્ રાખવાની માગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી!

Face Of Nation 16-05-2022 : સુરતના પાસોદરામાં ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપી નિર્મમ હત્યા કરનારા આરોપી ફેનિલને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે હત્યાના બનાવને રેરેસ્ટ ઓફ ધી રેર ગણાવી હત્યારા ફેનિલને સજા સંભળાવી હતી. મનુસ્મૃતિના શ્લોકની સાથે જજ વિમલ કે. વ્યાસે આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણીને આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. આ સજાને યથાવત્ રાખવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત્ રાખવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે.
ફેનિલને ફાંસી યથાવત્ રાખવા માગ
ગ્રીષ્મા હત્યાનો કેસ કોર્ટમાં ઝડપથી ચાલી ગયો હતો. પોલીસ અને ન્યાયતંત્ર દ્વારા હત્યારા ફેનિલને ફાંસીના માંચડા સુધી પહોંચાડવા માટે કોઈ કસર રાખવામાં આવી નહોતી. ત્યારે હત્યારા ફેનિલને થયેલી ફાંસીની સજાના કન્ફર્મેશન માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત્ રાખવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે.
ફેનિલ હાલ લાજપોર જેલમાં રાખવામાં આવશે
​​​​​​​ગ્રીષ્માની નિર્મમ પણે હત્યા કરનારા ફેનિલને હવે કોર્ટે ફાંસીની સજા આપી હોવાથી લાજપોર જેલમાં તે પાક્કા કામનો કેદી બની ગયો છે. કેદી તરીકે જેલ દ્વારા દરેકને એક નંબર આપવામાં આવતો હોય છે. એ મુજબ ફેનિલને પણ નંબર આપી દેવામાં આવ્યો છે, જેથી ગ્રીષ્માનો હત્યારો ફેનિલ ગોયાણી હવે 2231 નંબરથી ઓળખાશે. જ્યાં સુધી ફાંસીના માચડે ફેનિલને લટકાવી દેવામાં ન આવે ત્યાં સુધી લાજપોર જેલમાં રાખવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).