Home News ઝારખંડમાં રોપ-વેનું દોરડું તૂટ્યું, 20 કલાકની મહેનત પછી સેનાએ હેલિકોપ્ટરથી 12 લોકોને...

ઝારખંડમાં રોપ-વેનું દોરડું તૂટ્યું, 20 કલાકની મહેનત પછી સેનાએ હેલિકોપ્ટરથી 12 લોકોને કાઢ્યા, હજી 40 ફસાયેલા, જુઓ Video

https://youtu.be/ysAA_3iDWss

Face Of Nation 11-04-2022 : ઝારખંડના દેવઘરમાં ત્રિકૂટ પહાડ પર થયેલી રોપ-વે દુર્ઘટના પછી સોમવાર સવારથી ફરી રાહત અને બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યાં છે. 20 કલાકની મહેનત પછી 12 લોકોને કાઢવામાં આવ્યા છે, જ્યારે 36 લોકો હજી ફસાયેલા છે. જોકે તાર અને જાળને કારણે NDRF અને સેનાના કમાન્ડોને રેસ્ક્યૂમાં મુશ્કેલી આવી રહી છે. સવારે 6 કલાકમા પ્રયત્નો પછી હેલિકોપ્ટર પરત ગયું હતું. હવે ફરી રેસ્ક્યૂ-ઓફરેશન શરૂ કરવામાં આવ્યું છે. કમાન્ડોને બે ટ્રોલીના ગેટ ખોલવામાં સફળતા મળી છે. ઓપરેશનમાં એરફોર્સનાં 3 હેલિકોપ્ટર કામે લાગ્યાં છે. સ્થિતિ એવી છે કે રવિવારની સાંજે અંદાજે 4 વાગ્યા પછી 18 ટ્રોલીમાં 48 શ્રદ્ધાળુઓ ફસાયા હતા. આ ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે.
ડર્યા વગર એકબીજા સાથે વાતો કરી
આખી રાત લોકો હવામાં લટકતા રહ્યા હતા. જોકે તેમણે ડર્યા વગર એકબીજા સાથે વાતો કરવાનું ચાલુ રાખ્યું હતું. સવાર થતાં જ સેનાએ ફરી રેસ્ક્યૂ શરૂ કર્યું છે. સવારે અંદાજે સાડાછ વાગે વાયુ સેનાનું હેલિકોપ્ટર પહોંચી ગયું હતું. એમાં કમાન્ડો પણ હાજર હતા. હેલિકોપ્ટરે ઓપરેશન શરૂ કરતાં પહેલાં વાતાવરણનો સર્વે કરી લીધો હતો. હવામાં અટકેલા ટ્રોલીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત નીચે ઉતારવાની યોજના તૈયાર કરવામાં આવી છે.
2500 ફૂટ ઊંચાઈ પણ અટકી કેબિન
કેબિન જમીનથી અંદાજે 2500 ફૂટની ઊંચાઈ પર છે. જોકે રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરતાં પહેલાં સુરક્ષાની પૂરતી ખાતરી કરવામાં આવી રહી છે. દુર્ઘટનામાં ફસાયેલા લોકોની ઓળખ દેવઘરના અમિત કુમાર, ખુશ્બૂ કુમારી, જયા કુમારી, છઠી લાલ શાહ, કર્તવ્ય રામ, વીર કુમાર, નમન, અભિષેક, ભાગલપુરના ધીરજ, કૌશલ્યા દેવી, અન્નુ કુમારી, તનુ કુમારી, ડિમ્પલ કુમાર, માલદાના પુતુલ શર્મા, સુધીર દત્તા, સૌરવ દાસ, નમિતા, વિનય દાસ તરીકે કરવામાં આવી છે.
ખાવાની વ્યવસ્થા પણ કરાઈ
ટ્રોલીમાં ફસાયેલા લોકોએ આખી રાત એકબીજા સાથે વાતો કરીને સમય પસાર કર્યો હતો. એકબીજાને હિંમત આપી હતી. સવારે અંદાજે 5 વાગે ફરી રેસ્ક્યૂ શરૂ કરવામાં આવ્યું છે. મોડી રાતે કેબિનમાં ફસાયેલા લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. જોકે ઘણા લોકો સુધી ખાવાનું અને પાણી પહોંચાડી શકાયું નથી. NDRFની ટીમે ઓપન ટ્રોલીથી પેકેટ કેબિનમાં ફેંકવાનો પ્રયત્ન કર્યો છે. બધાની હિંમત વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાંસદ ડૉ. નિશિકાંત દુબે, પોલીસ અધિકારી સહિત દરેક અધિકારીએ ઘટનાસ્થળે કેમ્પ કર્યો છે.
રોપ-વે ચલાવનાર કંપની થશે બ્લેક લિસ્ટેડ
ઝારખંડના પર્યટનમંત્રી હફીઝુલ હસને કહ્યું હતું કે, રોપ-વેનું સંચાલન કરનાર દામોદર વૈલી કોર્પોરેશનને બ્લેક લિસ્ટ કરવામાં આવશે. રોપ-વેનું દોરડું કેવી રીતે તૂટ્યું, એનું મેઈન્ટેનન્સ કેવી રીતે થઈ રહ્યું છે, આ દરેક મુદ્દાની તપાસ કરાવવામાં આવશે. આગામી સમયમાં પર્યટકોની સુરક્ષા માટે એક વૈકલ્પિક રસ્તો પણ બનાવવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).