Face Of Nation 01-05-2022 : રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ટિકિટ વગર અને નિયમો વિરૂદ્ધ મુસાફરી કરતા લોકોને રોકવા માટે એપ્રિલ મહિના દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ ડિવિઝન દ્વારા ટિકિટ ચેકિંગની આવકમાં એપ્રિલ 2022 દરમિયાન રાજકોટ ડિવિઝને ટિકિટ વિનાના, અનિયમિત ટિકિટ સાથે મુસાફરી કરતા 25,973 મુસાફરો પાસેથી રૂ.1.99 કરોડ વસૂલ કરવામાં આવ્યા છે. જે એક જ મહિનામાં ટિકિટ ચેકિંગથી આવકનો અત્યારસુધીનો સર્વશ્રેષ્ઠ આંકડો છે. તો બીજીતરફ આ અગાઉ માર્ચ, 2022ના મહિનામાં 22,464 મુસાફરો પાસેથી રાજકોટ ડિવિઝન દ્વારા રૂ.1.61 કરોડ વસૂલ કરાયા હતા. રાજકોટ રેલવે ડિવિઝન ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવીને આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
વધુ સામાન લઈ જતા 9 મુસાફરોને દંડ કરાયો હતો
ઉલ્લેખનીય છે કે, ટિકિટ વિનાના, અનિયમિત ટિકિટ ધરાવનાર 25,973 મુસાફરો પાસેથી કુલ રૂ.1,99,49,720 વસૂલવામાં આવ્યા છે, જેમાંથી ટિકિટ વિના મુસાફરી કરતા 25,948 મુસાફરો પાસેથી રૂ.1,99,41,520, ઓવર ટ્રાવેલિંગ કરતાં 3 મુસાફરો પાસેથી રૂ.1,350, ઉચ્ચ વર્ગમાં મુસાફરી કરતાં 13 મુસાફરો પાસેથી રૂપિયા 6,350 અને વધુ સામાન લઈ જતાં 9 મુસાફરો પાસેથી રૂપિયા 500 વસૂલવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).