Face Of Nation 27-06-2022 : મહેસાણા જિલ્લામાં અવાર-નવાર છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. જેમાં જિલ્લાના એક ગામની મહિલા પર તેના પડોશમાં રહેતા યુવકે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ મહિલાનું મોઢું દબાવી મારી નાખવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બુમો પાડીશ તો જાનથી મારી નાખીશની ધમકી
મહેસાણા તાલુકાની એક મહિલા 21મી જૂનની રાત્રી દરમિયાન પોતાન ઘર આગળ ખાટલામાં સુઈ રહી હતી. આ દરમિયાન રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં મહિલાના ઘરની સામે રહેતો શખ્સ મહિલા પાસે આવી તેનું મોઢું દબાવી કહેવા લાગ્યો કે, જો બુમો પાડીશ તો જાનથી મારી નાખીશ. તેમ કહી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ફરાર થઈ ગયો હતો. તો બીજીતરફ આ મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોતાના પતિ અને દીકરાને કરતા તેઓએ મહિલાને હિંમત આપી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહેસાણા તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ કલમ 336, 506 (2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).