Home Uncategorized મેક્રોન બીજી વખત બન્યા “ફ્રાન્સના રાષ્ટ્રપતિ”;દક્ષિણપંથી નેતા મરિન લે-પેનને હરાવ્યા, વિશ્વભરમાંથી મળી...

મેક્રોન બીજી વખત બન્યા “ફ્રાન્સના રાષ્ટ્રપતિ”;દક્ષિણપંથી નેતા મરિન લે-પેનને હરાવ્યા, વિશ્વભરમાંથી મળી રહી શુભેચ્છાઓ, જુઓ Video

https://youtu.be/pu7IxDzPYpw

Face Of Nation 25-04-2022 : ઈમેન્યુઅલ મેક્રોન ફરી વાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ચૂંટાયા છે. તેમણે નેશનલ રેલી પાર્ટીના દક્ષિણપંથી ઉણેદવાર નેતા મરિન લે પેનને હરાવ્યા છે. છેલ્લાં તબક્કાના મતદાનમાં મેક્રોનને 58.2% અને લે-પેનને 41.8% વોટ મળ્યા છે. કોરોનામાં સારી રીતે મેનેજમેન્ટ કરવા માટે લોકોએ તેમને ફરી પસંદ કર્યા છે. ફ્રાન્સમાં 2002 પછી સતત બીજી વખત કોઈ રાષ્ટ્રપતિ ચૂંટાયા નથી પરંતુ મેક્રોંએ આ પરંપરા તોડી દીધી છે. જોકે આ વખતની જીતમાં તેમની જીતના અંતરમાં થોડો ઘટાડો થયો છે. 2017માં મેક્રોનને 66.1% જ્યારે લી પેનને 33.9% વોટ મળ્યા હતા.
આખી દુનિયામાંથી મળી શુભેચ્છાઓ
જીત પછી મેક્રોનને આખી દુનિયામાંથી શુભેચ્છાઓ મળી રહી છે. બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને ટ્વિટ કર્યું છે- ફ્રાંસીસ રાષ્ટ્રપતિ તરીકે તમને રિ-ઈલેક્ટ થવાની શુભેચ્છા. મને આશા છે કે, આપણા દેશો માટે મહત્વના મુદ્દાઓ પર આપણે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે મેક્રોન સાથે તસવીર શેર કરીને લખ્યું છે કે, મને ખુશી છે કે, આપણે સહયોગ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું. જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ કહ્યું છે કે, કેનેડા અને ફ્રાન્સ માટે જરૂરી મુદ્દાઓ પણ આપણે સાથે કામ કરીશું તેવી આશા છે.
ભારત માટે આ ચૂંટણી કેમ મહત્વની
ફ્રાન્સ સાથે ભારતના સંબંધો ખૂબ જુના અને સારા છે. ફ્રાન્સની અત્યાર સુધીની કોઈ સરકાર કદી ભારત વિરોધી નથી રહીં. મેક્રોન તેમની રેલીમાં જણાવી ચૂક્યા છે કે, ભારત તેમના એજન્ડામાં હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટીમાં રહેશે. ફ્રાન્સે હંમેશા UNમાં ભારતની પરમેનેન્ટ મેમ્બરશીપને સપોર્ટ કર્યો છે.
યુરોપ યાત્રામાં મોદી કરશે મેક્રોન સાથે મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2થી 6 મે દરમિયાન યુરોપ યાત્રા કરે તેવી શક્યતા છે. આ દરમિયાન તેઓ ફ્રાન્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્જ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. આ સિવાય વડાપ્રધાન મોદી કોપેનહેગનમાં ભારત-નોર્ડિક શિખર સંમેલનને પણ સંબોધન કરશે. મેક્રોન એક વાર ફરી ફ્રાન્સના રાષ્ટ્રપતિના બીજા કાર્યકાળ માટે ચૂંટાયા છે. આ સંજોગોમાં મોદી પેરિસ જઈને તેમને દ્વિપક્ષીય મુલાકાત કરીને તેમને શુભેચ્છા પાઠવી શકે છે. ફ્રાન્સ ભારતના સૌથી ખાસ દ્વીપક્ષીય ભાગીદોરામાંથી એક છે.
યુક્રેન યુદ્ધનો મુખ્ય એજન્ડા
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોનના ઘણાં ખાસ સંબંધો છે. આ જ કારણ છે કે, મેક્રોન રશિયા-યુક્રેન યુદ્ધ વિશે ભારતના પક્ષને સમઝે છે. રશિયા યુક્રેનમાં તેના હુમલા વધારી રહ્યું છે તે ઉપરાંત મુખ્ય શહેરોને પણ ટાર્ગેટ કરી રહ્યું છે. આ દરમિયાન જ્યારે પ્રધાનમંત્રી મોદી યુરોપ પ્રવાસે જશે ત્યારે યુદ્ધ તેમના એજન્ડામાં સૌથી ઉપર હશે. નોર્ડિક દેશ અને જર્મની પણ ભારતના પક્ષને સમજવાનો પ્રયત્ન કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).