Home Gujarat પ્રવેશોત્સવમાં બબાલથી પોલીસ બોલાવવી પડી; સુરતની સ્કૂલમાં ધારાસભ્ય કાનાણીને રજૂઆત કરતાં AAPના...

પ્રવેશોત્સવમાં બબાલથી પોલીસ બોલાવવી પડી; સુરતની સ્કૂલમાં ધારાસભ્ય કાનાણીને રજૂઆત કરતાં AAPના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ, માર મરાયાના આક્ષેપ!

Face Of Nation 25-06-2022 : સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા પ્રવેશોત્સવમાં આમ આદમી પાર્ટી દ્વારા અલગ-અલગ મુદ્દાઓને લોકો સમક્ષ મૂકવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી પ્રવેશ ઉત્સવને લઈને આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. અથવા તો પછી જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના શાસકોની હાજરી હોય ત્યાં શાળાઓમાં વાલીઓની હાજરીમાં તેમની સામે રજૂઆત કરવામાં આવી રહી છે .જે અંતર્ગત આજે ધારાસભ્ય કાનાણીની હાજરીમાં રજૂઆત કરતી વખતે આપ-ભાજપના કાર્યકરો આમને સામને આવી જતાં પોલીસને ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી. જોકે આપના વિપક્ષના નેતાએ કહ્યું કે, ભાજપના કાર્યકરોએ આપના કાર્યકરોને માર મારીને કારના કાચ પણ તોડી નાખ્યાં છે.
આપના કાર્યકરોને ધક્કે ચડાવાયા
કાપોદ્રા વિસ્તારમાં મમતા પાર્ક પાસેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આજે ધારાસભ્ય કુમાર કાનાણી હાજર રહેવાના હોવાની જાણ થતાની સાથે જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમણે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેઓ શાળામાં પહોંચે તે પહેલા જ માથાકૂટ શરૂ થઈ ગઈ હતી. આપના કોર્પોરેટરોને ધક્કે ચઢાવવામાં આવ્યા હતા. વોર્ડ નં-4ના કોર્પોરેટરોને શાળામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરાયો અને ત્યારબાદ તેમને ફરીથી શાળાની અંદર બોલાવી લેવાયા, બહાર પોલીસ બોલાવી લેવામાં આવી હતી. થોડા સમય માટે ભારે હોબાળો મચી ગયો હતો.
ધારાસભ્ય સુધી પહોંચવા ન દેવાયા
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને શાળાની અંદર જાણે બંધક બનાવી દીધા હોય એ રીતે બેસાડી રાખવામાં આવ્યા હતા. આ બાબતની જાણ થતા આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા સહિતના આપના કોર્પોરેટર અને હોદ્દેદારો ત્યાં પહોંચી ગયા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા કેટલાક મુદ્દાઓની રજૂઆત કરવા માટે ધારાસભ્ય કુમાર કાનાણી સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા.
સ્કૂલની નજીક દારૂના અડ્ડા
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી કે, જે શાળા ચાલે છે. તેની આસપાસ મટન ની દુકાનો ધમધમી રહી છે. તેમ જ દારૂના જુગારના દાવ પણ ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓ જ્યારે આ રસ્તામાંથી પસાર થાય છે. ત્યારે આ દારૂડિયાઓ અન્ય દારૂ પીને મસ્તી કરતા હોય છે. તેને કારણે વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી થતી રહે છે. છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આ અને બંધ કરવા માટે કોઈ રસ દાખવવામાં આવ્યો નથી. માત્ર શાળા પ્રવેશોત્સવના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).