વડાપ્રધાને કહ્યું કે, આજે 27 માર્ચ, થોડા સમય પહેલા જ ભારતે એક અનોખી સિદ્ધી મેળવી છે. ભારતે આજે અંતરિક્ષ મહાશક્તિ એટલે કે સ્પેસ પાવરમાં ઐતિહાસીક સિદ્ધી મેળવી છે. અત્યાર સુધી દેશના ત્રણ દેશ- અમેરિકા, રશિયા અને ચીને જ આ સફળતા મેળવી હતી. હવે ભારત એવો ચોથો દેશ બની ગયો છે. દરેક ભારતીય માટે આ ખૂબ ગર્વની ક્ષણ છે. થોડા સમય પેલાં જ આપમાં વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં 300 કિમી દૂલ એલઈઓમાં એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો છે.
મોદીએ કહ્યું કે, લો ઓર્બિટમાં આ લાઈવ સેટેલાઈટ જે એક પૂર્વ નિરર્ધારિત લક્ષ્ય હતું. તેને એન્ટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. માત્ર ત્રણ મિનિટમાં આ ઓપરેશન સફળતા પૂર્વક પુરૂ કરવામાં આવ્યું છે. ‘મિશન શક્તિ’ ખૂબ જ મુશ્કેલ ઓપરેશન હતું. આ ઓપરેશન ખૂબ હાઈ ટેક્નોલોજીની ક્ષમતાથી પુરૂ કરવામાં આવ્યું છે. આ લાઈવ સેટેલાઈટને ભારત નિર્મિત એન્ટી સેટેલાઈટ એ-સેટ મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યો છે.