Face Of Nation 05-07-2022 : ભારતનું ઈંગ્લેન્ડમાં 15 વર્ષ પછી ટેસ્ટ સીરીઝ જીતવાનું સપનું તૂટી ગયું છે. ઈંગ્લેન્ડે બર્મિગહામ ટેસ્ટમાં ઈન્ડિયાને 7 વિકેટથી હરાવ્યું છે. શાનદાર ફોર્મને કારણે જો રૂટ (142) અને જોની બેયરસ્ટો (114) વચ્ચે ચોથી વિકેટ માટે 269 રનની પાર્ટનરશિપના કારણે ઈંગ્લેન્ડે 378 રનના ટાર્ગેટને ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો. આ સાથે જ પાંચ ટેસ્ટની સીરીઝ 2-2થી બરોબરી પણ પૂરી થઈ.
ચોથા દિવસે બાજી પલટાઈ ગઈ
પાંચમી ટેસ્ટમાં ત્રણ દિવસ સુધી ભારતનું પલ્લું ભારે લાગી રહ્યું હતું, પરંતુ ચોથા દિવસે બાજી પલટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 245 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડને જીત માટે 378 રનનો ટાર્ગેટ મળ્યો છે. શરૂઆતમાં લાગતું હતું કે ટાર્ગેટ મોટો છે, પણ જે રીતે ઈંગ્લેન્ડના ઓપનરોએ ભારતીય બોલરોને ધોયા તો ટાર્ગેટ નાનો લાગવા માંડ્યો. એલેક્સ લીસ અને જેક ક્રોલીએ પ્રથમ વિકેટે 107 રનની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ 2 રનમાં ત્રણ બેટ્સમેન આઉટ થયા, ત્યારે એવું લાગતું હતું કે ભારત આ મેચમાં પરત ફરશે, પરંતુ જોની બેયરસ્ટો અને જો રૂટે મેચને ઈંગ્લેન્ડ તરફી કરી દીધી હતી. છેલ્લા દિવસે ઈંગ્લેન્ડને જીત માટે 119 રન જોઈતા હતા અને તેની પાસે સાત વિકેટ હતી. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ 1977માં ટીમ ઈન્ડિયા સામે 339 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ભારત 245 રન પર ઓલ આઉટ થયું
બીજી ઈનિંગમાં ભારતની પ્રથમ વિકેટ 4 રને પડી હતી. ગિલ 4 રન બનાવી આઉટ થયો હતો. પૂજારાએ સૌથી વધારે 66 રન અને પંતે 57 રન બનાવ્યા હતા. શાર્દૂલ ઠાકુર માત્ર 4 રન પર આઉટ થયો હતો. ભારત 245 રન પર ઓલ આઉટ થયું હતું. ઈંગ્લેન્ડ વતી બીજી ઈનિંગમાં બેન સ્ટોક્સે સૌથી વધારે 4 વિકેટ લીધી હતી. જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ અને મેથ્યુ પોટ્સે 2-2 તેમજ એન્ડરસન અને જેક્સ લીચે 1-1 વિકેટ લીધી હતી. એન્ડરસને પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).