Face Of Nation 28-05-2022 : મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકારમાં પશુપાલન મંત્રી પ્રેમસિંહ પટેલે એક કાર્યક્રમમાં ફોટો પડાવવા માટે હદ વટાવી દીધી હતી. હકીકતમાં, શુક્રવારે ભોપાલમાં રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે એક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ બરવાની જિલ્લાના સજવાની ગામમાં દેખાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે મંત્રીએ બાળક સાથે આવેલી માતાનો હાથ પકડીને ખેંચ્યો હતો અને ત્યારબાદ ફોટો યોગ્ય રીતે લઈ શકાય તે માટે મહિલાનો ઘૂંઘટ હટાવ્યો હતો.
માઈક બંધ થતા જ મંત્રીને ગુસ્સો આવી ગયો
મુખ્યમંત્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પ્રદેશના પશુપાલન મંત્રી પ્રજાને દેખાડવા માટે સજવાની પહોંચ્યા હતા. અહીં સાઉન્ડ સિસ્ટમમાં ખરાબીને લીધે કાર્યક્રમ પ્રજા જોઈ શકતી ન હતી. બીજી બાજુ જાહેર જનતાને સંબોધિત કરતી વખતે કેબિનેટ મંત્રીના હાથમાં રહેલું માઈક બંધ થઈ ગયું હતું. માઈક બંધ થતા જ મંત્રીને ગુસ્સો આવી ગયો હતો અને કહ્યું- માણસ છે કે ઢોર. આ સાંભળી ત્યા ઉપસ્થિત રહેલા લોકો હસવા લાગ્યા હતા. મંત્રીએ ઢોર કોણે કહ્યું તે સ્પષ્ટ થયું ન હતું. બાળકીઓને પહેલા ખુરશીમાં બેસાડી હાર પહેરાવ્યા અને ત્યારબાદ નીચે બેસાડી દીધી હતી.
પહેલા કન્યાની પૂજા, પછી જમીન પર બેસાડી દીધી
આ કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીએ 9 કન્યાને હાર પહેરાવ્યા હતા અને તિલક લગાવી સન્માન કર્યું હતું. ત્યારબાદ મિઠાઈ ખવડાવી હતી. કન્યાઓના હાથમાં શ્રીફળ આપવામાં આવ્યું હતુ. જેવા મંત્રી સ્ટેજ પર ગયા પૂજા કરી કન્યાઓ પાસેથી ખુરશીઓ લઈ લેવામાં આવી હતી અને તેમને જમીન પર બેસાડી દેવામાં આવી હતી. મંત્રીનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક બાળકો આટલી ગરમીમાં પણ તડકામાં બેસી રહ્યા હતા અને કેટલાક બાળકોને તો તેમની માતા તડકાથી બચાવતી દેખાતી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).