Home Gujarat મહેસાણા કોર્ટનો ચુકાદો; જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 આરોપીને કોર્ટે 3...

મહેસાણા કોર્ટનો ચુકાદો; જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 આરોપીને કોર્ટે 3 મહિનાની સજા કર્યો હુકમ, મહેસાણામાં મંજૂરી વગર યોજી હતી રેલી!

Face Of Nation 05-05-2022 : મહેસાણા શહેરમાં વર્ષ 2017માં પરમિશન વગર આઝાદીની કૂચની રેલી યોજનારા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને NCPનાં નેતા રેશમા પટેલ સહિત 10 આરોપીને કોર્ટે 3 મહિના કેદની સજાનો હુકમ કર્યો છે. મહેસાણામાં આવેલા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકની હદમાં જિજ્ઞેશ મેવાણી, રેશમાં પટેલ સહિત કેટલાક લોકોએ 2017માં આઝાદીની કૂચની રેલી પરમિશન વિના યોજી હતી. એ મામલે જે-તે સમયે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં 17 સામે ફરિયાદ દાખલ થઈ હતી. એ કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ થઈ હતી.
અમે જનતાને ન્યાય માટે હંમેશાં લડતા રહીશું : રેશમા
સમગ્ર કેસમાં કુલ 17 આરોપી હતા, જેમાં 12 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ થઈ હતી તેમજ 5ના વિરુદ્ધ પેન્ડિંગ રાખવામાં આવી હતી. એમાં 12 આરોપીમાંથી કનૈયા કુમારની ચાર્જશીટમાં તેઓ હજાર ન થતાં તેમની ટ્રાયલ માટે અલગ કેસ કર્યો હતો. 12 આરોપીમાંથી એક આરોપી ગુજરી ગયા બાદ હાલમાં 10 આરોપીને સજા ફટકારવામાં આવી છે. આ મામલે NCP નેતા રેશમા પટેલે જણાવ્યું કે અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ, પરંતું બીજેપીના રાજમાં ‌જનતા માટે ન્યાય માગવો પણ ગુનો છે. બીજેપી કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી નહિ શકે. અમે જનતાને ન્યાય માટે હંમેશાં લડતા રહીશું.
થોડા સમય પહેલા મેવાણીને જામીન મળ્યા હતા
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રધાનમંત્રી મોદી પર ટિપ્પણીના કેસમાં આસામ પોલીસે પાલનપુરથી ધરપકડ કરી હતી. જે કેસમાં કોકરાઝાર કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જે બાદ પોલીસે તાત્કાલિક મેવાણીની અન્ય એક કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન કોરકાઝારથી જિજ્ઞેશ મેવાણીને બારપેટા લઈ જવાયા હતા. આ દરમિયાન તેમના વિરૂદ્ધ મહિલા પોલીસ કર્મચારી સાથે ગેરવતર્ણૂંક અને ગાળો આપવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. જે કેસમાં પણ મેવાણીને જામીન આપવામાં આવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).