Face Of Nation 12-03-2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી 12મી માર્ચથી 15મી માર્ચ તિરંગા યાત્રા યોજશે. ગુજરાતના તમામ જિલ્લાના તમામ તાલુકા તથા ગામડાઓને આ યાત્રા હેઠળ આવરવામાં આવશે. આ ઉપરાંત ટૂંક સમયમાં આપના વડા અરવિંદ કેજરીવાલ તથા ભગવત માન ગુજરાતની મુલાકાત લેશે.
મોદી-શાહની જોડી ગુજરાતમાં ખૂબ જ મજબૂત પક્કડ ધરાવે છે
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં છે. PM નરેન્દ્ર મોદી સતત ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા છે અને ગુજરાત મોડેલથી જ દિલ્હી ફતેહ કર્યું હતું. આ ઉપરાંત નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમિત શાહ રાજ્યના ગૃહમંત્રી હતા. વર્તમાન સમયમાં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે જ્યારે અમિત શાહ દેશના ગૃહમંત્રી છે, આ સંજોગોમાં મોદી-શાહની જોડી ગુજરાતમાં ખૂબ જ મજબૂત પક્કડ ધરાવે છે, આ સંજોગોમાં કેજરીવાલ માટે મોદી-શાહના ગૃહ રાજ્યમાં સફળતા મેળવવી તે મોટો પડકાર છે, અલબત તે ગુજરાતમાં કોંગ્રેસનો એક મજબૂત વિકલ્પ ચોક્કસ બની શકે છે.
‘આપ’ દેશના અનેક પ્રાદેશિક પક્ષોની તુલનામાં આગળ
અરવિંદ કેજરીવાલ વર્ષ 2013માં દિલ્હીના રાજકીય મેદાનમાં ઉતર્યાં હતા. દિલ્હી ચૂંટણીમાં 70માંથી 28 બેઠક મેળવી હતી. ત્યારબાદ કેજરીવાલ તેમની રાષ્ટ્રીય મહત્વકાંક્ષાને વધારતા રહ્યા છે. પંજાબમાં જીત મેળવ્યા બાદ જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાની ઉપર લાગેલા દિલ્હી કેન્દ્રીત પાર્ટીના સિક્કાને ભૂંસીને હવે પંજાબમાં પણ સરકાર બનાવશે, આ સંજોગોમાં તે અનેક પ્રાદેશિક પક્ષો જેવા કે BSE,સમાજવાદી પાર્ટી, બીજૂ જનતા દળ, તૃણમુલ કોંગ્રેસ, શિવસેના, DMK,AIDMKથી પણ આગળ નિકળી ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)