Home Gujarat રંગીલા રાજકોટમાં ગરમીમાં રોગચાળો વકર્યો, એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 186, ઝાડા-ઉલ્ટીના 107, સામાન્ય...

રંગીલા રાજકોટમાં ગરમીમાં રોગચાળો વકર્યો, એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 186, ઝાડા-ઉલ્ટીના 107, સામાન્ય તાવ અને ડેન્ગ્યુ 87 કેસ નોંધાયા!

Face Of Nation 23-05-2022 : આ વર્ષે ઉનાળાનો આકરો તાપ શરૂ થઇ ગયો છે. બપોરે તો કાળઝાળ ગરમીમાં લોકો શેકાઇ રહ્યા છે ત્યારે રાજકોટમાં છેલ્લા અઠવાડિયામાં ફરી સિઝનલ રોગચાળાના દર્દી વધ્યા છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા–ઉલટીના 107 અને શરદી-ઉધરસના 186 દર્દીઓ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના કેસ 78 કેસ દાખલ થયા છે. આ ઉપરાંત ડેન્ગ્યુના 9, મેલેરિયાના 6 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયો છે. આ આંકડા 16મીથી 22મી મે સુધીના છે જે મનપા દ્વારા જાહેર કરાયાં છે. તો બીજીતરફ આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 14,856 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 114 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).