Face Of Nation 27-05-2022 : IPL 2022ની ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સે 7 વિકેટથી રોયલ ચેલેન્જર બેંગ્લોરને હરાવી દીધું છે. આની સાથે જ રાજસ્થાને ફાઈનલમાં રોયલ એન્ટ્રી મારી દીધી છે. હવે 29 મેના દિવસે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટાઈટલ મેચ રમાશે. તો બીજીતરફ RR સામે જીતવા માટે 158 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 11 બોલ પહેલા ચેઝ કરી મેચ જીતી લીધી છે. આ દરમિયાન જોસ બટલરે 60 બોલમાં 106 રન નોટઆઉટ રહ્યો હતો.
યશસ્વી અને બટલરની શાનદાર શરૂઆત
158 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત શાનદાર રહી હતી. આ દરમિયાન પહેલી વિકેટ માટે જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 31 બોલમાં 61 રનની શાનદાર પાર્ટનરશિપ નોંધાઈ હતી. જોકે ત્યારપછી જોશ હેઝલવુડે ફુલર લેન્થ બોલ પર જયસ્વાલને પેવેલિયન ભેગો કર્યો હતો. તો બીજીતરફ રજત પાટીદારે અશ્વિનની ઓવરના બીજા બોલ પર સિક્સ ફટકારી હતી. ત્યારપછી અશ્વિને ગુડ લેન્થ કેરમ બોલ પર પાટીદારની વિકેટ લીધી હતી. રજત આ બોલ પર સિક્સ મારવા જતા લોન્ગ ઓફ પર કેચઆઉટ થયો હતો. આ દરમિયાન રજતે 42 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી 58 રનની ઈનિંગ રમી હતી. રજત પાટીદાર IPLની એક સિઝનના પ્લેઓફમાં સૌથી વધુ રન ફટકારનારો બીજો ખેલાડી બની ગયો છે, તેણે આ સિઝનમાં પ્લેઓફમાં 170 રન કર્યા છે.
રિયાન પરાગે RCBના પાટીદારનો સરળ કેચ છોડ્યો
લખનઉ સામેની મેચમાં શાનદાર સદી ફટકારનારા રજત પાટીદારનો 14 રન પર રિયાન પરાગે સરળ કેચ છોડ્યો હતો. રજતે કટ શોટ રમવા જતા કેચ સીધો પોઈન્ટ પર ફિલ્ડિંગ કરી રહેલા પાટીદાર પાસે ગયો હતો. પરંતુ તેણે આ કેચ છોડી રજતને જીવનદાન આપ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Sports રાજસ્થાનની ફાઈનલમાં ‘રોયલ એન્ટ્રી’; બેંગ્લોરને સાત વિકેટથી હરાવ્યું, બટલરની સેન્ચુરી; 29મીએ રાજસ્થાન...