Home News વિપક્ષી સરકારોને જવાબ; ‘વિપક્ષી સરકારો ‘દારૂ’ને બદલે ઈંધણ પરનો ‘ટેક્સ’ ઘટાડે: પેટ્રોલિયમ...

વિપક્ષી સરકારોને જવાબ; ‘વિપક્ષી સરકારો ‘દારૂ’ને બદલે ઈંધણ પરનો ‘ટેક્સ’ ઘટાડે: પેટ્રોલિયમ મંત્રી!

Face Of Nation 28-04-2022 : તાજેતરની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વેટ ઘટાડાની અપીલ બાદ વિપક્ષી રાજ્ય સરકારો ભડકી ઉઠી છે અને હવે વિપક્ષી સરકારોને જવાબ આપતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ એવો કટાક્ષ કર્યો કે, જો વિપક્ષી રાજ્યોની સરકારો ઈમ્પોર્ટે લીકર (મોંઘા આયાતી દારૂ) પર ટેક્સ ઘટાડવાને બદલે ફ્યુઅલ (ઈંધણ) પરનો ટેક્સ ઘટાડે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે અને લોકોને સસ્તા ઈંધણ મળી શકે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ પર 32.15 રૂપિયા અને કોંગ્રેસ શાસિત રાજસ્થાન 29.10 રૂપિયાનો ટેકસ વસૂલે છે. ભાજપ શાસિત ઉત્તરાખંડમાં પેટ્રોલ પર 14.51 રૂપિયા અને યુપીમાં 16.50 રૂપિયાનો ટેક્સ લેવાય છે. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન કરવાથી તથ્યો છુપાઈ જતા નથી. તો બીજીતરફ હરદીપ પુરીએ એવું પણ કહ્યું કે, ક્યારેક વિચાર્યું છે કે, એર ટિકિટની કિંમતમાં શા માટે ઘટાડો આવતો નથી. તેમણે કહ્યું કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ એરલાઈન ઓપરેશન ખર્ચના લગભગ 40 ટકા જેટલો છે. પરંતુ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને દિલ્હી એટીએફ પર 25 ટકા કરતા પણ વધારે ટેક્સ વસૂલે છે જ્યારે ભાજપા શાસિત યુપી અને નાગાલેન્ડ અને જમ્મુ કાશ્મીર પ્રશાસન ફક્ત 1 ટક વેટ વસૂલે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).