Face Of Nation 09-07-2022 : ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના સંબંધો IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સારા દેખાઈ રહ્યા નથી. હાલમાં જ તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સંબંધિત IPL 2021 અને 2022ની તમામ પોસ્ટ હટાવી દીધી છે. જાડેજાના આ પગલા બાદ ક્રિકેટ ફેન્સ સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફેન્સ તો એમ પણ કહી રહ્યા છે કે આગામી સિઝનમાં જાડેજા બીજી ટીમની જર્સીમાં આઈપીએલ રમતા જોવા મળશે.
CSK વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ
જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે IPLમાંથી બહાર થયો ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, તેની અને CSK ફ્રેન્ચાઈઝી વચ્ચે બધુ બરાબર નથી. હવે જાડેજાના આ પગલાએ સંકેત આપ્યો છે કે તેના અને CSK વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
જાડેજાને બનાવવામાં આવ્યો હતો કેપ્ટન
રવીન્દ્ર જાડેજાને IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે તેની કેપ્ટનસીમાં CSKનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ટીમને 8માંથી 6 મેચ હારવી પડી હતી. જાડેજા પોતે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. જાડેજા તેના બોલ પર વિકેટ તો બહુ દૂરની વાત પરંતુ તે રન પણ રોકી શક્યા ન હતા. બેટિંગમાં પણ તે લયમાં દેખાતો નહોતો. તેણે 8 મેચ બાદ જ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી તેણે ધોનીની કેપ્ટન્સીમાં 2 મેચ રમી અને પછી ઈજાના કારણે બાકીની ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Sports સર જાડેજાએ “માહી”ને કહ્યું આવજો…!, જાડેજાના ચેન્નઈ ટીમ સાથેના સંબંધો પૂરા?; ઈન્સ્ટાગ્રામમાંથી...