Home Gujarat સિંહ પરિવારની મોજ; ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેર, ગીર જંગલમાં ત્રણ બાળસિંહ સાથે...

સિંહ પરિવારની મોજ; ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેર, ગીર જંગલમાં ત્રણ બાળસિંહ સાથે સિંહણ વરસાદની મોજ માણતી જોવા મળી, જુઓ Video

https://youtube.com/shorts/nkhYNM0d8aQ

Face Of Nation 15-06-2022 : ગીર સોમનાથ જિલ્લામાં આજે સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. ગીર જંગલમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતાં ત્રણ બાળસિંહ સાથે એક સિંહણ વરસાદની મોજ માણતા જોવા મળ્યા હતા. લોકોની માફક આકરી ગરમીથી પ્રાણીઓ પણ અકળાયાં હોવાથી આજે વરસાદમાં ભીંજાતાં જોવા મળ્યાં હતાં. તો બીજીતરફ ગીર વિસ્તારમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન જન્મેલા બાળસિંહ માટે આ પ્રથમ ચોમાસું છે. ગીર વિસ્તારમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતાં જ બાળસિંહે રમતિયાળ અંદાજમાં પ્રથમ વરસાદની મોજ માણી હતી. વરસાદમાં ભીંજાઈ રહેલાં બાળસિંહ અને સિંહણનો કેમેરામાં કેદ થયેલો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
ગીર સોમનાથના 6 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર
ગીર સોમનાથ જિલ્‍લામાં ગત રાત્રિથી ઝાપટારૂપી મેઘરાજા દસ્‍તક દીધા બાદ આજ સવારથી ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે. જિલ્‍લાના છએય તાલુકામાં આજે સવારથી બપોર સુધીમાં ઝાપટાંથી લઇને સવા ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો છે. એમાં ઉનામાં સવા ઇંચ ખાબકયો હોવાની સાથે જિલ્‍લાના તમામ તાલુકામાં વરસેલા સાર્વત્રિક વરસાદના પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઈ હોવાનો અહેસાસ કરી રહ્યા છે. જિલ્‍લામાં વરસી રહેલા ધીમી ધારના વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઇ છે.
વેરાવળ-સોમનાથમાં પોણા ઇંચ વરસાદ
ગીર સોમનાથ જિલ્‍લાના છએય તાલુકામાં ઘણા દિવસથી બફારા અને ઉકળાટના વાતાવરણના કારણે લોકો અકળાઇને મેઘરાજા હેત વરસાવે એવી લાગણી મનોમન વ્‍યકત કરી રહ્યા હતા. દરમિયાન ગઇકાલે રાત્રિના જિલ્‍લાના છએય તાલુકામાં વાતાવરણમાં સમયાંતરે પલટો આવ્‍યા બાદ ઝાપટારૂપી વરસાદ વરસી રહયો હતો. આજે સવારથી જિલ્‍લાના તમામ તાલુકાઓના આકાશમાં કાળાં ડિંબાગ વાદળો છવાઇ જતાં સૂર્યનારાયણની ગેરહાજરી વચ્‍ચે મેઘરાજાએ દસ્‍તક દીઘી હતી, જેમાં પ્રથમ સવારે 6થી 8 દરમિયાન વેરાવળ-સોમનાથ શહેર અને પંથકમાં મેઘરાજાએ પોણો કલાક ધોધમાર પોણો ઇંચ જેટલુું હેત વરસાવી દેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. તો રસ્‍તા પર સવારે વરસાદી પાણી વહેતા થવા લાગ્‍યા હતા. ત્‍યાર બાદ વાદળછાયા વાતાવરણ વચ્‍ચે અવિરત ઝરમર વરસાદ વરસી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).